Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી શોભાયાત્રા ના રૂટ ઉપર ખખડદજ ખાડાને કારણે તાત્કાલિક રીપેર કરવાની માગણી સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ

ડેપ્યુટી કલેક્ટર ખાતરી આપી તાત્કાલિક રસ્તાઓ રિપેર કરવામાં આવશે જે અંગે જે તે વિભાગને હું સૂચના આપું છું: જન્માષ્ટમી શોભાયાત્રા ના રૂટમાં ધોરાજી નગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગના રસ્તા આવતા હોય તે તમામ રસ્તાઓ પર તાત્કાલિક ખાડા બુરવાની માગણી કરતા આગેવાનો

 (કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:- ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી શોભાયાત્રા ના રૂટ ઉપર ખખડદજ ખાડાને કારણે તાત્કાલિક રીપેર કરવાની માગણી સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ  હતું
ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી પ્રફુલભાઈ જાની  રાજકોટ જિલ્લા બજરંગ દળ ના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ રાઠોડ ધોરાજી  વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ દલસુખભાઈ વાગડિયા બજરંગ દળ ધોરાજીના પ્રમુખ સંદીપભાઈ ટોપીયા વિગેરે અગ્રણી ઓએ ધોરાજી ડેપ્યુટી કલેકટરને આવેદનપત્રની સાથે રજૂઆત કરતા જણાવેલ કે ધોરાજી શહેરના રસ્તાઓ ઉપર ઠેર ઠેર ખાડાને કારણે સર્જાયેલી મુશ્કેલી ને ધ્યાનમાં રાખી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત વિશાળ શોભાયાત્રાના રૂટ ઉપર તાત્કાલિક તમામ રસ્તાઓ નું સમારકામ કરવાની રજૂઆત કરવામાં આવી હતી તેમજ શોભાયાત્રાના રૂટમાં ધોરાજી નગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગના રસ્તા આવતા હોય તે તમામ રસ્તાઓ પર તાત્કાલિક ખાડા બુરવાની માગણી કરેલ તેમજ આ વર્ષે વિશાળ જન્માષ્ટમીની શોભાયાત્રા તેમજ લોકમેળાનું આયોજન ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યું છે
વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત જન્માષ્ટમી લોકમેળો તેમજ શોભાયાત્રામાં જોડાવા બાબતે ધોરાજી ડેપ્યુટી કલેક્ટર જયેશ લિખિયા તેમજ વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ એ અપીલ કરી હતી
આ તકે  ડેપ્યુટી કલેક્ટરે તાત્કાલિક રસ્તાઓ રિપેર થાય તે બાબતે જેતે વિભાગને જાણ કરવાની ખાતરી આપી હતી

(6:44 pm IST)