Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

સોરઠના દરિયાઇ વિસ્‍તારમાંથી અત્‍યાર સુધીમાં ૧.૭૧ કરોડનું ચરસ જપ્‍ત

જુનાગઢ એસઓજી ટીમે ૧૧૪ કિલોના ૧૦૪ પકડી પાડયા : માંગરોળ મરીન, શીલ અને ચોરવાડ પંથકમાં કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૦ :.. રેન્‍જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્‍દર પ્રતાપસિંહ પવારની તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીની સુચના અને માર્ગદર્શન મુજબ જીલ્લામાં નશીલા પદાર્થો-માદક પદાર્થો (એન. ડી. પી. એસ.)ની બદી સદંતર નેસ્‍તનાબુદ કરવા તથા આવા ગે. કા. નશીલા પદાર્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાસ સુચના આપેલ. જે અન્‍વયે એસ. ઓ. જી. જુનાગઢના પોલીસ ઇન્‍સ. શ્રી એ. એમ. ગોહીલ તથા પો. સબ. ઇન્‍સ. જે. એમ. વાળા તથા પો. સ્‍ટાફના માણસો સતત પ્રયત્‍નશીલ છે.

જે અન્‍વયે જુનાગઢ એસ.ઓ. જી. ની ટીમ માંગરોળ વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્‍યાન એસઓજીના પો. હેડ કો. એ.  સી. વાંક ને ખાનગી રાહે હકિકત મળેલ કે, માંગરોળ બંદર પાસે, સમુદ્ર કિનારે નવી બની રહેલ જે. ટી. પાસે અવાવરૂ જગ્‍યામાં શંકાસ્‍પદ પદાર્થ પડેલ છે. જે ચોકકસ હકિકત આધારે એસ. ઓ. જી. ટીમ દ્વારા નવી બનેલ જે. ટી. ના દરીયા કિનારે અવાવરૂ જગ્‍યામાં એક સફેદ કલરનું પ્‍લાસ્‍ટીકનું બાચકુ જોવામાં આવેલ જે શંકાસ્‍પદ પદાર્થ બીનવારસુ હોય જેથી નાર્કોટીકસ પદાર્થની શકયતાને આધારે એફ. એસ. એલ. અધિકારીશ્રી આર. એચ. વાળાને જાણ કરેલ અને તેઓને સાથે રાખી પદાર્થની ચકાસણી કરતા પ્રાથમિક દ્રષ્‍ટિએ ચરસનો જથ્‍થો હોવાનું જણાયેલ જેથી કુલ ૭ પેકેટ કબ્‍જે કરેલ.

ત્‍યારબાદ દરિયામાંથી આ પ્રકારના નશીલા પદાર્થો-માદક પદાર્થોનાં પેકેટ મળી આવેલ હોવાની શકયતાને આધારે સમગ્ર દરિયાઇ પટ્ટી ઉપર સર્ચ કરવું જરૂરી હોય, માંગરોળ ડીવીઝનના ડીવાયએસપી શ્રી ડી. વી. કોડીયાતચરના માર્ગદર્શન હેઠળ જુનાગઢ જીલ્લામાં આવેલ સમગ્ર દરીયાઇ પટ્ટી વિસ્‍તારમાં જુનાગઢ એસ. ઓ. જી., માંગરોળ મરીન પોલીસ, ચોરવાડ પોલીસ તથા શીલ પોલીસ સ્‍ટેશનની અલગ અલગ ટીમો બનાવી આંત્રોલીથી ચોરવાડ સુધીના દરિયાઇ વિસ્‍તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરેલ હતું જે દરમ્‍યાન વધુ ૩૩ પેકેટો મળી આવેલ છે.

ત્‍યારબાદ નશીલા પદાર્થો માદકા પદાર્થોના પેકેટ મળી આવેલ હોવાથી સર્ચ ઓપરેશન સતત ચાલુ રાખવામાં આવેલ અને સર્ચ ઓપરેશન દરમ્‍યાન વધુ ૬પ પેકેટ મળી આવેલ હતા.

આમ જુનાઢ જીલ્લાના દરિયાઇ પટ્ટૃી વિસ્‍તારમાંથી આજદિન સુધીમાં ચરસના કુલ ૧૦૪ પેકેટો મળીઅ ાવેલ જેની કુલ કિ. રૂા. ૧૭૧૦૦૦૦૦/- નોમુદ્દામાલ કબજે કરેલ છે. તેમજ હજુ પણ સર્ચ ઓપેરશન ચાલુે છે. અને આ નશીલા પદાર્થો માદક પદાથોૃના પેકેટ કયાંથી આવ્‍યા અને કોણે ફેંકયા વિ. દિશામાં તપાસ ચાલુ છે.

આ કામગીરીમાં માંગરોળ ડિવ્‍ઝિન ના ડીવાયએસપી ડી.વી. કોડિયાતર, એસઅ.જી.ના પો. ઇન્‍સ. એમ. એમ. ગોહિલ, માંગરોળ મરીન પો. સ્‍ટે.ના પો. ઇન્‍સ. એન. આઇ. રાઠોડ, માંગરોળ, સી.પી.આઇ. આર.બી.ગઢવી તથા એસ.જો.જી.ના પો. સ.ઇ. જેઅ.મેઅ. કવાળા તથા શીલ પો. સ્‍ટે. ના પો. સ.ઇ. આરેએસ. સોલં૦કી તથા ચોરવાડ પો. સ્‍ટે.ના પો. સ.ઇ. એસ.એન. ક્ષત્રીય તથા એસ.ઓ.જી. એ.એસ.આઇ. પુંજાભાઇ ભારાઇ, સામતભાઇ બારીયા, એમ.વી. કુવાડીયા, તથા પો. હેડ કોન્‍સ. મજીદખાન પઠાણ, અનિરૂધધસિંહ વાંક, રવિકુમાર ખેર, ભરતસિંહ સિંધવ, બાબુભાઇ કોડીયાતર, જયેશભાઇ બકોત્ર તથા પો. કોન્‍સ. શૈલેન્‍દ્રસિંહ સિસોદીયા તથા કૃજ્ઞાલ પરમાર વિશાલભાઇ ડાંગર તથણા માંગરળળ મરીન પો. સ્‍ટે.ના એચ.એ. હરેશભઇા ડોડીયા, દિપસિંહ ડોડીાય, આશીષ પરમાર, પો. કોન્‍સ. પ્રતાપસિંહ સિસોદીયા રાજુભાઇ ગરચર, સંજયભાઇ ઓડેદરા, તથા શીલ પો. સ્‍ટે.ના હેડ કોન્‍સ. જેતાભાઇ સિ઼ધવ, દિપસિંહ સિસોદીયા, પો. કોન્‍સ. ખીમજીભાઇ સિસોદીયા, દર્શનભાઇ મકાવણા, સંજયભાઇ જોટ, ગોફિવંદભાઇ ડાગર તથા ચોરવાડ પો. સટે.ના હેડ કોન્‍સ. બાબુભાઇ સિ઼ધવ, પો. કોન્‍સ. વિક્રમસિંહ સિસોદીયા જીલુભા ભલગરીયા, વિપુલભાઇ ચોપડા વિગેરે સ્‍ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.

(4:31 pm IST)