Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં વિપક્ષનો વોક આઉટ

એસ.સી.બી.ની ટ્રેપમા ઝડપાયેલ કોર્પોરેટર ફુરકાન શેખ સામે સરકારમાં રિપોર્ટ મોકલવા અંગેની ચર્ચા વખતે બહુમતીથી સરકારમાં રિપોર્ટ કરવાની પ્રક્રિયા કરાતા વિપક્ષનો વોકઆઉટ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૦

 જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા ટાઉનહોલ ખાતે મળી હતી આ સામાન્ય સભા દરમિયાન ટી.પી સ્કીમ અંતર્ગત ચર્ચાઓ થઈ હતી ત્યારબાદ ડેપ્યુટી કમિશનર દ્વારા કોર્પોરેટર ફૂરકાન શેખને એસીબી ટ્રેપમાં આવ્યા બાદ સરકારમાં ડીસ્કોલીફાઈ કરવા માટે રિપોર્ટ કરવાની વાત એજન્ડા રૂપે રજૂ કરતા જ વિપક્ષી સભ્યોએ તડાપિટ બોલાવી હતી અને આ મુદ્દે કોઈ કાર્યવાહી ન કરવા માગણી કરી હતી. પરંતુ મેયર દ્વારા બહુમતીથી સરકારમાં આ મુદ્દે મોકલી આગળની કાર્યવાહી કરવા માટે મતદાન કરાવતા જ વિપક્ષ દ્વારા વોક આઉટ કરવામાં આવ્યો હતો. (તસ્વીર: કિંજલ કારસરીયા, જામનગર)

(2:56 pm IST)