Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ઓખામાં જુગાર રમતા ૪ ઝડપાયા

જામ ખંભાળિયા,તા. ૧૦ : ઓખાના નવીનગરી વિસ્‍તારમાં રહેતા કરમણભા જેમલભા માણેક નામના શખ્‍સના રહેણાંક મકાનમાં પોલીસે ગત રાત્રે જુગાર દરોડો પાડી, આ સ્‍થળે ગંજીપત્તા વડે રોનપોલીસ નામનો જુગાર રમી રહેતા કરમણભા જેમલભા માણેક, સલીમ જુસબભાઇ થૈમ, ગોવિંદ જઘુરામભાઇ છત્રે અને અશોક પ્રાગજીભાઇ મજીઠીયા નામના ચાર શખ્‍સોને ઝડપી લીધા હતા.

પકડાયેલા આ શખ્‍સો પાસેથી રૂપિયા ૩૦,૫૦૦ રોકડા તથા ત્રણ નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૪૧,૫૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરી, જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.

ઓખામાં પીધેલો વાહન ચાલક ઝડપાયો

ઓખાના ડાલ્‍ડા બંદર ચેકપોસ્‍ટ પાસેથી પોલીસે આરંભડા ખાતે રહેતા સોયબ ઇસ્‍માઇલ બોલીમ નામના ૨૯ વર્ષના મુસ્‍મિલ યુવાનને કેફી પીણું પીધેલી હાલતમાં જી.જે.૩૭ ટી.૫૬૦૪ નંબરના મહેન્‍દ્ર પીકઅપ વાહનમાં નીકળતા ઝડપી લઇ, તેની સામે એમ.વી.એકટની કલમ ૧૮૫ મુજબ કાર્યવાહી કરી હતી.

(1:33 pm IST)