Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

દ્વારકા જિલ્લામાં કોરોના ઘટયો

ચાર દિવસમાં નવા ૧ર સામે ૧૮ સાજા

ખંભાળિયા તા.૧૦ : દેવભુમી દ્વારકા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસનાં અગાઉ રફતાર પકડાયેલી તે પછી હવે કોરોના રોગ મંદ પડયો હોય તેમ છેલ્લા ચાર દિવસમાં નવા ૧૧ કેસ જ નોંધાયા છે. જેની સામે અઢાર દર્દીઓ કોરોના પોઝીટીવીમાંથી નેગેટીવ થયા છે. જો કે ઘટતા કેસોમાં પણ ટેસ્‍ટીંગ સતત ચાલુ રાખવામાં આવ્‍યું છે તથા ચાર દિવસમાં ૯૦૦ જેટલા ટેસ્‍ટીંગ થયા હતા.

તમામ દર્દીઓને નિરીક્ષણ માટે તથા તેમના સંપર્કના ચેકિંગની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી રહી છે.

(1:32 pm IST)