Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

પોરબંદરમાં મકાન ધ્રુજી જાય તેવા કડાકા ભડાકા સાથે ૩ાા ઇંચઃ રાણાવાવમાં ર તથા કુતિયાણામાં સવા ઇંચ

જિલ્લામાં ગઇકાલે બપોર પછી ધોધમાર વરસાદ બાદ રાત્રીના ઝરમર વરસાદ ચાલુ રહેલઃ સવારથી સૂર્ય પ્રકાશિત વાતાવરણ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૦ :.. શહેરમાં ગઇકાલે બપોરે ૩ વાગ્‍યાથી સાંજે પ સુધી વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી ગયેલ અને ત્‍યાર પછી રાત્રીના સમયાંતરે ઝરમર વરસાદ આજે સવાર સુધી ચાલુ રહેતા પોરબંદરમાં સાડા ત્રણ ઇંચ, રાણાવાવમાં બે ઇંચ અને કુતીયાણામાં સવા ઇંચ વરસાદ પડી ગયો હતો. આજે સવારે સૂર્ય પ્રકાશિત વાતાવરણ છે.

જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર ૮૭ મી. મી. (૬૭૧ મી.મી.), રાણાવાવ ૪૭ મી. મી. (૮૮ર મી.મી.), કુતિયાણા ૩ર મી. મી. (૭૯૮ મી.મી.), ખંભાળા જળાશય ૪૦ મી. મી. (૬૬૧ મી.મી.), ફોદારા જળાશય પપ મી. મી. (૭૯પ મી.મી.) વરસાદ નોંધાયેલ છે.

પોરબંદરમાં ગઇકાલે મકાન ધ્રુજી જાય તેવા વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી પડયો હતો.

(1:27 pm IST)