Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

જામનગરનાં વાંસજાળીયા અને પરડવામાં ૨ ઇંચ વરસાદ

ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ઝાપટાથી માંડીને વધુ દોઢ ઇંચ વરસ્‍યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૦ : જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના વાંસજાળીયા અને પરડવામાં ૨ ઇંચ વરસાદ પડયો છે.

જ્‍યારે કાલાવડના ખરેડી, જામજોધપુરના જામવાડીમાં દોઢ ઇંચ તથા લાલપુરનાં મોટા ખડબામાં એક ઇંચ વરસાદ પડયો છે.

આ ઉપરાંત નિકાવા, મોટા વડાળા ભ.ભેરાજા, નવાગામ, મોટા પાંચદેવડા, ધુનડા, ધ્રાફા, પીપરટોડા, ભણગોર, ડબાસંગમાં ઝાપટાથી માંડીને પોણો ઇંચ વરસાદ પડયો છે.

(1:25 pm IST)