Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

જામનગરમાં સમજાવવા જતા છરી વડે હુમલો

જામનગર, તા.૧૦: અહીં રામેશ્વરનગર માટેલ ચોક, કિષ્ના પાર્ક શેરી નં.૩ માં રહેતા દિવ્યરાજસિંહ નવલસિંહ પરમાર, ઉ.વ.ર૬ એ સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે કે, રામેશ્વનગર, શીવમ મેડીકલ, કિષ્ના આઈસ્કીમ નામની દુકાનના ઓટલા પાસે ફરીયાદી દિવ્યરાજસિંહ આરોપી બહાદુરસિંહ ઉર્ફે લાલીયો સાહેબજી જાડેજાને સમજાવવા જતા આરોપી બહાદુરસિંહ એ ફરીયાદી દિવ્યરાજસિંહને ડાબા પડખાના કમરના ઉપરના ભાગે છરી વડે ઈજા કરી ગાળો આપી તથા આરોપી હરપાલસિંહ નવલસિંહ ઝાલા એ ફરીયાદી દિવ્યરાજસિંહના બંન્ને હાથ પકડી ઢીકાપાટુનો મારમારી ગુનો કરેલ છે.

મસીતીયા રોડ પર જુગાર

રમતા ચાર શખ્સો ઝડપાયા

પંચ બી પોલીસ સ્ટેશનમાં કોન્સ. જયદીપસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોધંાવી છે કે, દરેડમસીતીયા રોડ, શિવ પાર્ક ચામુંડા પાન વાળી શરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે આરોપી રૃપેશ સંગ્રામભાઈ બોસરીયા, દિનેશ દેવસુરભાઈ ખરા, ભરત આંબાભાઈ બોસરીયા, મજબુતસિંહ જીતુભા સરવૈયા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુ્રગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૃ.૬,૪૧૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મહાકાળી સર્કલ પાસે જુગાર

રમતા આઠ શખ્સો ઝડપાયા

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ખીમશીભાઈ ગોવિંદભાઈ ડાગર એ ફરીયાદ નોંધાવી છે કે, મહાકાળી સર્કલ પાસે, ગાયત્રીનગર શેરી નં. રમાં આરોપીઓ જીવણભાઈ હરભમભાઈ નરા, લખમણભાઈ દયાભાઈ સોલંકી, વિકી ગોપાલભાઈ કાપડી, કાનો હીરાભાઈ ધાનાણી, નયનભાઈ દિનેશભાઈ ગોહીલ, અનીલભાઈ હરેશભાઈ પરમાર, મેહુલભાઈ રાજેશભાઈ પંડયા, ભરતભાઈ રામદેભાઈ ડેર રૃ.૪પ૧૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મોટી બાણુંગારના બોટલ સાથે ઝડપાયો

પંચ એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. ભાવેશભાઈ હરીભાઈ લાંબીરયા એ ફરીયાદ નોંધાવી છે કે, બાણુગાર ગામના બસ સ્ટેન્ડ પાસે આરોપી હરીશભાઈ હઠાભાઈ માટીયાએ ઈંગ્લીશ દારૃની બોટલ નંગ, કિમંત પ૦૦/સાથે ઝડપાઈ ગયેલ છે.

યુવાને એસીડ પી જતા મોત

જામજોધપુર તાલુકાના સતાપર ગામે નવાપારા વિસ્તારમાં રહેતા ઉજીબેન દિનેશભાઈ જેરામભાઈ ધંધુકીયા, ઉ.વ.પ૦ એ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે,  હિતેશભાઈ દિનેશભાઈ ધંધુકીયા, ઉ.વ.રપ વાળાએ પોતાના ઘરે એસીડ પી જતા સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ છે

(1:23 pm IST)