Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

૫૦૦ કિલો લોબાનનુ ધુપ આપવામાં આવ્‍યું ૨૦ હજાર લિટર દૂધના સરબતનું

વિતરણ અને ૧૬૦ મણ ચોખાના ભાતની નિયાઝનુ જમણ કરાયું : ધોરાજી ખાતે મોહરમ પર્વની ઉજવણી : ધોધમાર વરસતા વરસાદમાં હુસેની કમિટી દ્વારા ૩૦ હજાર લોકો માટે જમણવારની વ્‍યવસ્‍થા કરાઇ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા. ૧૦: ધોરાજી ખાતે મોહરમ પર્વ ની ઉજવણી કરાઇ હતી.

૫૦૦ કિલો લોબાનનું ધૂપ આપવામાં આવ્‍યું ૨૦ હજાર લિટર દૂધના સરબતનું વિતરણ અને ૧૬૦ મણ ચોખાના ભાતની નિયાજનું જમણ કરાયું ધોધમાર વરસતા વરસાદમાં હુસેની કમિટી દ્વારા ૩૦ હજાર લોકો માટે જમણવારની વ્‍યવસ્‍થા કરાઇ

ધોરાજીમાં સૈયદ શિરાજી માતમ સેજ મુબારક અને બાલ કુંવારા સેજ મુબારક અને સૈયદ રુસ્‍તમ તાજીયા માતમ ના હોદેદારો ની આગેવાની માં મોહરમ ની ઉજવણી ખુબજ ઉત્‍સાહ અને ઉમંગ વચ્‍ચે કરવામાં આવી હતી કોરોનાના કારણે સતત બે વર્ષથી મોહરમનો તહેવાર સરકારની ગાઈડલાઇન અનુસાર યોજાઈ રહ્યો હતો આ વર્ષ કોરોનાના કેશ હળવા પડતા જાહેર માં તેહવારની ઉજવણી કરવામાં આવી હતી.

ધોરાજીમાં સોમવાર અને મંગળવાર આમ બને દિવસ તાજીયા ના દરેક માતમ માં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા હિન્‍દુ મુસ્‍લિમો એ ખંભે ખાંભા મિલાવી અને તહેવારની ઉજવણી કરી હતી રઝવી કમિટી દ્વારા આયોજિત જશ્ન શહિદ એ આઝમ કોન્‍ફરન્‍સ માં હાફિઝ ઉંવેશ સાહેબ યારે અલ્‍વી સૈયદ શકીલ બાપુ શિરાજી મુફતીમાં વતન એ હિન્‍દુસ્‍તાન ની સલામતી અને પ્રગતિ માટે દુઆ કરવામાં આવી હતી આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પ્રમુખ સૈયદ હાજી ઈકબાલ બાપુ કાદરી અને કાર્યકરો એ જેહ્મત ઉઠાવેલ હતી.

મંગળવારે સાંજે ૪ કલાકે સૈયદ રુસ્‍તમ માતમના હોદેદારો સૈયદ બશીર મિયા રૂસ્‍તમ વાલા સૈયદ જાવીદ બાપુ રુસ્‍તમ વાલા સૈયદ અનુબાપુ રુસ્‍તમ વાલાની આગેવાનીમાં ચકલા ચોક ખાતે થી વિશાળ તાજીયા જુલૂસ નીકળી અને ખ્‍વાજા સાહેબ દરગાહ ગ્રાઉન્‍ડમાં પૂર્ણ થયું હતું ભારે વરસાદ હોવા છતાં પણ જુલૂસ શાનદાર રીતે સંપન્ન થયું હતું. સાંજે ૭ કલાકે બહાર પૂરા ખ્‍વાજા સાહેબ દરગાહ ગ્રાઉન્‍ડમાં હુસેનીનીયા જ કમિટી દ્વારા ન્‍યાજ જમણવારનું આયોજન કરેલ હતું ધોધમાર વરસાદ વચ્‍ચે પણ હુસેની કમિટી ના કાર્યકરો એ ૩૦ હજાર જેટલા લોકો ને માટે ભરપેટ જમવા ની વ્‍યવસ્‍થા કરેલ હતી હુસેની કમિટી ના પ્રમુખ મહેબૂબ કારવા અને એમની સમગ્ર ટીમ ની જહેમત ને કારણે નીયજજ જમણવાર ખુબજ સુંદર રીતે સંપન્ન થયો હતો.

આ સાથે રૂસ્‍તમ તાજીયા કમિટી તેમજ નવીવાલા તાજીયા કમિટી દ્વારા હિન્‍દુ સમાજના આગેવાનો હાજી ઈબ્રાહિમ કુરેશી પૂર્વ નગરપતિ ડી એલ ભાષા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસવાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજીના ણૂશફુ પીએસઆઇ મકવાણા મુસ્‍લિમ સમાજના ફઙ્ઘયાજ બસમતવાલા હુસેનભાઇ કુરેશી વિમલભાઈ સોંદરવા મતિનબાપુ સૈયદ વિગેરે અગ્રણીઓનો સન્‍માન સાથે કોમી એકતા ના દર્શન કર્યા હતા

આજે બુધવાર સવારે ૪ કલાકે પ્રથમ બાલ કુંવારા સેજ બદમાં સૈયદ કયુમ બાવા શિરાજી ની સેજ પર દુઆ એ ખેર થઈ બાદમાં આખના ચોધાર વહેતા આંસુ વચ્‍ચે તમામ તાજીયા ઠંડા થવા કરબલા તરફ જવા રવાના થયા હતાં

૫૦૦ કિલો લોબાન નું ધૂપ આપવામાં આવ્‍યું ૨૦ હજાર લિટર દૂધ ના સરબતનું વિતરણ અને ૧૬૦ મણ ચોખા ના ભાતની ન્‍યાજ નું જમણ કરાયું

સૈયદ હાજી કયુમ બાવા શિરાજી અને સૈયદ રુસ્‍તમ માતમ ના બસીર મિયા સૈયદ જાવીદ મિયા સૈયદ અનુ બાપુ સૈયદ અને રઝવી કમિટી ના પ્રમુખ સૈયદ હાજી ઈકબાલ બાપુ કાદરી એ જિલ્લા પોલીસ વડા જયપાલસિહ રાઠોડ ઝળ્‍લ્‍ભ્‍ જાડેજા અને પી આઇ અનિરુદ્ધ સિહ ગોહિલ સીપીઆઈ હુકુમતસિહ જાડેજા અને પોલીસ સ્‍ટાફ જી ઇ બિ સ્‍ટાફ નગરપાલિકા અને મામલતદાર ડેપ્‍યુટી કલેકટર પત્રકાર મિત્રોᅠ સહિતનાનો આભાર વ્‍યક્‍ત કરેલ હતો.

(1:21 pm IST)