Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

કેશોદ જલારામ મંદિરમાં નિઃશુલ્‍ક ૨૭૫મો મેગા નેત્ર નિદાન કેમ્‍પ સંપન્‍ન

(કિશોર દેવાણી દ્વારા) કેશોદ તા. ૧૦ : જલારામ મંદિર કેશોદ દ્વારા મેગા કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શ્રી રણછોડદાસજી હોસ્‍પિટલ રાજકોટના સહકારથી દર માસના પહેલા અને ત્રીજાᅠ રવિવારે નેત્ર નિદાન કેમ્‍પ, સાંધા સ્‍નાયુના દુઃખાવાનો કેમ્‍પ તેમજ હોમિયોપથીᅠ ડાયાબિટીસ ચેક અપ તેમજ ચામડીના વિવિધ રોગો નાં કેમ્‍પ નું આયોજન કરવામાં આવેછે. અત્‍યાર સુધીમાં ૨૭૫ આંખના મોતિયા કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે. અને જેમાં આશરે ૧૫૮૫૫ ઉપરાંત જેટલા દર્દીઓનાં સફળ ઓપરેશન કરી દર્દીઓને નવી દૃષ્ટિ મળેલ છે

દિનેશભાઈ કાનાબારનાᅠ જણાવ્‍યા મુજબ યોજાયેલ ત્રિવિધ કેમ્‍પમાં કેશોદના આંખના ડો. ધડુકે મોતિયાના ૧૭૫ જેટલા દર્દીઓને તપાસી ૬૧ દર્દીઓને નિઃશુલ્‍ક ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આંઘની હોસ્‍પિટલમાંᅠ મોકલવામાં આવ્‍યા હતા. તેમજ ચામડીના ૬૫ દર્દીને ડો. શ્‍યામ પાનસુરિયા દ્વારા તપાસી નિઃશુલ્‍ક દવા આપવામાં આવી હતી.

ᅠકેમ્‍પની શરૂઆત ભોજન દાતા નિવૃત મામલતદાર શ્રી ત્રિવેદી, મંદિરના પ્રમુખ રમેશભાઇ રતનધાયરા, ભારત વિકાસ પરિષદ કેશોદના પ્રમુખ રમેશભાઇ, દિનેશભાઈ કાનાબાર, મહાવીર સીંહ જાડેજા , ડો.ધડુક,ᅠ અટારા દિપેનભાઈ દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવેલ હતો. આᅠ કેમ્‍પમાં મોટી સંખ્‍યામાં દર્દીઓ એ નિદાન કરાવેલ.

જેમાં મોતિયાના દર્દીઓ, ઉપરાંત ડાયાબિટીસના ૬૫ દર્દીને તપાસેલ, સાંધાના દુઃખાવાના ડોક્‍ટર ઉમેશ ભટ્ટ દ્વારા નિઃશૂલ્‍ક ૪૮ને તપાસવામાં આવેલ હતા.ᅠ કેમ્‍પનાં ભોજન દાતા નિવૃત મામલતદાર ત્રિવેદી રહ્યા હતાં.

(1:20 pm IST)