Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

કેશોદ બ્રહમાકુમારી ઈશ્વરીય વિશ્વવિધાલય દ્વારા અલૌકિક રક્ષાબંધન

 કેશોદ : કેશોદ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા સમગ્ર શહેરમાં વિવિધ સંસ્‍થાઓમાં  મામલતદાર ઓફિસ, પોલીસ સ્‍ટેશન, સ્‍કૂલકોલેજમાં, કોર્ટ કચેરીમાં, બેંકોમાં, હોસ્‍પિટલમાં અલૌકિક રક્ષાબંધનનો કાર્યક્રમ ઉજવાયો. સ્‍થાનિક નવનિર્મિત દિવ્‍ય પ્રાપ્તિ સેવા કેન્‍દ્ર પર વ્‍યાપારીઓ માટે પણ રક્ષાબંધનનો કાર્યક્રમ ઉજવાયો.  જેમાં અગ્રણી સામાજિક કાર્યકર  હીરાભાઈ જોટવ, યોગેશભાઈ સાવલિયા,વિરમભાઈ ઓડેદરા,   જીતુભાઈ લુક્કા,  ધર્મેશભાઈ રાદડિયા, દિનેશભાઈ કાનાબાર વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. બ્રહ્માકુમારી હીનાબેને રક્ષાબંધનનું રહસ્‍ય સમજાવ્‍યું બ્રહ્માકુમારી રૂપાબેને આશીર્વાદ વચન આપતા કહ્યું કે રક્ષાબંધન પવિત્રતાના મૂલ્‍યને ધારણ કરી વિશ્વ બંધુત્‍વની ભાવનાને સાકાર કરતો અણમોલ તહેવાર છે સાચા અર્થમાં આપણે રક્ષાબંધનના પાવન પર્વને સ્‍વયમની આત્‍મ ઉર્જા ને વધારી નેગેટિવિટી માંથી મુક્‍ત થવાની પ્રેરણા આપે છે. ભ્રાતા હીરાભાઈ જોટવે  પણ પ્રેરણાત્‍મક વાત કરી અને સંસ્‍થા દ્વારા ચાલતા કાર્યની પ્રશંસા કરી.  કાર્યક્રમનું સફળ સંચાલન બ્રહ્માકુમારી દક્ષાબેને કર્યું.

(2:38 pm IST)