Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

અમરેલી વિધાનસભા કોંગ્રેસ પરિવાર આયોજીત કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ યોજાયો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૦ :  અમરેલી જિલ્લા કૉંગ્રેસ કાર્યાલય ખાતે અમરેલી સંસદીય વિસ્તારના  કૉંગ્રેસ પક્ષના પ્રભારી અને રાજસ્થાન સરકારનાં મંત્રી સુખરામ બીશનોય સહ પ્રભારી ગોપાલ મીનાજી ની ઉપસ્થિતમાં અમરેલી વિધાનસભા કૉંગ્રેસ પરિવારનો કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે અમરેલી તાલુકા સમરથિત સરપંચ શ્રી ઓ કૉંગ્રેસ કાર્યકર્તા આગેવાનો અને પત્રકારો ની હાજરી માં અમરેલી ના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી અમરેલી જિલ્લા કૉંગ્રેસ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ ડી કે રૈયાણી  લાઠી બાબરા ના ધારાસભ્ય વિરજીભાઇ ઠુમર અમરેલી જિલ્લા કૉંગ્રેસ મહામંત્રી જનક પંડ્યા

અમરેલી તાલુકા કૉંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા કુંકાવાવ તાલુકા કૉંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસૂરિયા વડીયા  ના કૉંગ્રેસના જિલ્લા પંચાયતના  પૂર્વ ચેરમેન  ધર્મેન્દ્ર પાનસૂરિયા અમરેલી મહિલા કૉંગ્રેસ પ્રમુખ મીનાબેન સોડાંગર મહિલા કૉંગ્રેસના પ્રદેશ મહામંત્રી હંસાબેન જોશી મહિલા કૉંગ્રેસ અમરેલી ના પ્રાભરી શિલ્પાબેન અવસ્થિ પૂર્વ જિલ્લા પ્રમુખ શંભુભાઈ દેસાઈ યુવક કૉંગ્રેસના જિલ્લા પ્રમુખ દેવરાજ બાબરીયા અમરેલી વિધાનસભા યુવક કૉંગ્રેસ ના પ્રમુખ મોનિલ ગોંડલીયા અલ્પેશ દુહેરા અમરેલી શહેર યુવક કૉંગ્રેસના પ્રમુખ તેજસ મસરાણી કુંકાવાવના મહામંત્રી નીતિન ગોંડલીયા જિલ્લા ઓબીસી સેલ ના પ્રમુખ રમેશ ભાઈ ગોહિલ સોસીયલ મીડિયા સેલ ના ઉપ પ્રમુખ શરદ મકવાણા જમાલ ભાઈ મોગલ જગદીશ તલાવીયા જગદીસ પાનસૂરિયા નગર પાલિકા સદસ્યો અશરફ રાઠોડ  અમરેલી શહેર મહામંત્રી એડવોકેટ એ મ કુરેશી ઉપ પ્રમુખ મનુબાપુ ગોંડલીયા સંદીપ ધાનાણી હિરેન ટીમાંણીયા ચંદુલા બારૈયા બી કે સોલીયા  મહેશ સોમૈયા નારણ ભાઈ મકવાણા અમરેલી તાલુકા ઉપ પ્રમુખ વિપુલ પોકિયા પ્રવીણ કમાણી ડાયલાલ  અમરેલી જિલ ઉપ પ્રમુખ ટીકુંભાઈ વરુ સહિત  નરેશભાઇ અધ્યારું કે કે વાળા અમરેલી શહેર તાલુકા કુંકાવાવ વડીયા સહિત વિધાન સભા વિસ્તાર ના કૉંગ્રેસ પક્ષ નાં આગેવાનો કાર્યકર્તા નેતા ઓની ઉપસ્થિત માં સાંપ્રત સરકાર ની શાસન પધ્ધતિ ની કડક આલોચના કરવામાં આવેલ અને આગામી વિધાનસભા કૉંગ્રેસ જ શુકાન શભાળસે એવો દ્રઢ સંકલ્પ કરાયો હતો અને તમામ કાર્યકર્તા ઓ ઘર ઘર મહોલો ખૂંદી કૉંગ્રેસ શાસન માં આવશે તો કેવા પગલાં લેશે તે અંગે દરેક નાગરિક ને સમજાવી સાપ્રત સરકાર ની  અન્યાયી  નીતિ ઓ વિસે પણ સમજાવવા આ કાર્ય આજ થીજ ઉપાડી લેવુ તથા અમરેલી વિધાનસભા માં આવતા બુથ ઉપર કાર્યકર્તા ભાઈ બહેનો યુવાનોની ફોજ ઉભી કરી મતદાન કેવી રીતે કરાવું તેવું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તમામ બુથો ઉપર ઉપર કૉંગ્રસ પક્ષ ની લીડ નીકળે એ માટે આજ થી જ આ કાર્ય ઉપાડી લેવું એવી હાકલ મંચ ઉપરથી કરવામાં આવેલ .આ તકે અમરેલી ના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી  તો આગવી સ્ટાઇલ માં વર્તમાન સરકાર ની અન્યાયી નીતિ નિષ્ફળતા  ઓ સામે જોરદાર ચાબખા અને પ્રહારો કર્યા.

આ તકે અમરેલી સંસદીય પ્રભારી અને સહ પ્રભારી એ રાજસ્થાન મોડેલ ની ચર્ચા કરી ગુજરાત માં પણ કૉંગ્રેસ સતા પર આવશે તો રાજસ્થાન મોડેલ જેવું શુ શાસન લાવશે એવો કોલ પણ આપેલ હતો આમ અમરેલી શહેર ખાતે અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય કૉંગ્રેસ પક્ષ ના આગેવાનો કર્તાકર્તાઓથી ખચાખચ ભરાતા સતા પક્ષ પણ હવે વધુ સતર્ક થશે એવી શક્યતાઓ સેવાય રહી છે આગામી વિધાન સભામાં ગુજરાતમાં સતાં પક્ષ માટે કપરા ચઢાણ તો ચોકસ કહી શકાય.

(1:16 pm IST)