Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

હળવદમાં ગાંજાના જથ્‍થા સાથે વાલા બાંભવા પકડાયો : એસઓજીનો દરોડો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૦ : હળવદના કુભારપરામાંથી ગાંજાના જથ્‍થા સાથે એસઓજી પોલીસે એક ઈસમની ધરપકડ કરી છે.ᅠᅠ

પ્રાપ્ત વિગતો અનુસાર એસ.ઓ.જી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્‍યારે બાતમી મળી હતી કે,હળવદનાᅠᅠકુભારપરામાં આરોપી વાલા પોપટભાઇ બાંભવા માદક પદાર્થ સાથે આવી રહ્યો છે. જેથી પોલીસે વોચ ગોઠવી કુભારપરા,ખોડીયાર માતાજીના મંદિર પાસે શકાસ્‍પદ કાર નબર જી.જે.૩૬ એસી ૭૭૮૨ રોકી તલાસી લઇ આરોપી વાલા પોપટભાઇ બાંભવાના કબ્‍જામાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્‍થો ૨૮૦ કીમત ૨૮૦૦તથા રોકડા રૂપીયા ૭૫૦તથા મોબાઇલ નંગ-૧ કિમત રૂપિયા ૫૦૦૦ મળી આવ્‍યા હતા. જેથી પોલીસે કાર અને માદક પદાર્થના જથ્‍થા સહિતᅠᅠકુલ રૂપિયા ૧૦,૦૮,૫૫૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી વિરૂદ્ધ એન.ડી.પી.એસ. એકટ મુજબ હળવદ પોલીસ સ્‍ટેશન ખાતે ગુન્‍હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ દરોડામાં પોલીસ ઇન્‍સપેકટર જે.એમ.આલ, એ.એસ.આઇ રણજીતભાઇ બાવડા,ᅠપો.હેડ કોન્‍સ. રસિકભાઇ કડીવાર,ᅠસબળસિંહ સોલંકી,ᅠમુકેશભાઇ જોગરાજીયા,ᅠમહાવીરસિંહ પરમાર તથા પો.કોન્‍સ. સતિષભાઇ ગરચર,ભાવેશભાઇ મિયાત્રા, ડ્રા.પો.કો. અશ્વીનભાઇ લોખીલ સહિતના પોલીસકર્મી જોડાયા હતા.

(1:15 pm IST)