Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

જુનાગઢ પોલીસ ટીમે સગીરાને ભગાડી જનાર સુમિત ક્ષિરસાગરને ઝડપી લીધો

જુનાગઢ તા. ૧૦ :.. જુનાગઢ રેન્‍જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનિન્‍દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી ગુમ-અપહરણ થનારે તાત્‍કાલીક શોધી કાઢવા કડક સુચનાઓ કરેલ હતી.

આરોપી સુમિત ઉમેશ ક્ષિરસાગર રહે. ભોરદ તા. જી. અકોલા વાળાના મોબાઇલ નં.નું લોકેશન જુનાગઢ શહેરનું આવતુ હોય જેથી આ અંગે અંકોલા જિલ્લાના એએચટીયુ પો. સ્‍ટે.નો પોલીસ સ્‍ટાફ જુનાગઢ તપાસમાં આવેલ હોય.

જેથી નાયબ પોલીસ અધિક્ષક પી. જી. જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ એ ડીવી. પો. સ્‍ટે.ના પો. ઇન્‍સ. એમ. એમ. વાઢેર સા.ની સુચના મુજબ આરોપીની મો. નં. લોકેશન આધારે તપાસ કરવા જણાવેલ હોય જેથી એ ડીવી. પો. સ્‍ટે.ના પો. સબ. ઇન્‍સ. બી. કે. ચાવડા તથા એ.એસ.આઇ. એમ. ડી. માડમ, આર. એમ. સોલંકી, એસ. ઓ. સાંધ તથા પો. કો. ખિમાણંદ સોલંકી, રઘુભાઇ વાળા, નરેન્‍દ્રભાઇ બાલસ તથા પ્રવિણભાઇ બાબરીયા નાઓ અકોલા પો. સ્‍ટે.ના પોલીસ સ્‍ટાફ સાથે  આરોપીની મો. નં. ના લોકેશન આધારે તપાસ કરતા આ કામનો આરોપી સુમિત ઉમેશ ક્ષિરસાગર રહે. ભોરદ તા. જી. અકોલા વાળો આ કામના ભોગ બનનાર સાથે જુનાગઢ દોલતપરા ખાતેથી મળી આવેલ હતો.

પો. ઇ. એમ. એમ. વાઢેરની સુચના મુજબ પો. સબ. ઇ. બી. કે. ચાવડા તથા એ.એસ.આઇ. એમ. ડી. માડમ, આર. એમ. સોલંકી, એસ. ઓ. સાંધ, પો. કો. ખીમાણંદ  સોલંકી, રઘુભાઇ વાળા, નરેન્‍દ્રભાઇ બાલસ, તથા પ્રવિણભાઇ બાબરીયા નાઓએ અકોલા પો. સ્‍ટે.નાઓએ સાથે રહી કરેલ છે.

(1:15 pm IST)