Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

પોરબંદરના કાટવાણામાં ૩ કલાક બંધ રાખેલા મકાનમાંથી ૯.૧૧ લાખના સોનાના દાગીના અને રોકડની ચોરી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૦ : તાલુકાના કાટવાણામાં બપોરે ૩ કલાક બંધ રાખેલ મકાનમાં અજાણ્‍યા શખ્‍સો તાળા તોડીને કબાટમાં રાખેલ ૨૦ તોલા સોનુ કિં. ૯ લાખ તથા ૧૧૫૦૦ની રોકડ સહિત કુલ ૯,૧૧,૫૦૦ની ચોરી કરી ગયાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

પોરબંદરના કાટવાણામાં રહેતા રામભાઇ નવઘણભાઇ ગોરાણિયાએ પોલીસ ફરિયાદમાં જણાવેલ કે, પોતાના વાડી વિસ્‍તારમાં મકાનને તાળા મારીને ગાડીનું ટાયર બદલવા બોખીરા ગયેલ. ત્‍યારે ૩ કલાક બંધ રહેલા મકાનના તાળા અજાણ્‍યા શખ્‍સોએ તોડીને કબાટમાં રાખેલા ૨૦ તોલા સોનુ કિં. ૯ લાખ અને રોકડ રૂા. ૧૧૫૦૦ની મળી કિં. ૯,૧૧,૫૦૦ની ચોરી કરી ગયેલ છે.

(1:14 pm IST)