Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

વડિયા પોલીસ દ્વારા મહોરમની ઉજવણી માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

 વડિયા : દેશ અને ગુજરાતમા વિવિધ ધર્મના લોકો વસવાટ કરતા હોવાથી દરેક ધર્મના લોકો પોતાના તહેવારની ઉજવણી કરતા જોવા મળે છે. હાલ મુસ્‍લિમ ધર્મનો મહોરમ નો તહેવાર આવતો હોય તેનું તાજીયા રૂપે ઝૂલુસ નીકળતું હોય ત્‍યારે આ ઉજવણીમાં કોઈ અનીચ્‍છનીય ઘટના ન બને તે માટે વડિયા  પીએસઆઇ સેંગલિયા દ્વારા હિન્‍દૂ મુસ્‍લિમ સમાજના આગેવાનોની મિટિંગ વડિયા પોલીસ સ્‍ટેશનમાં યોજવામાં આવી હતી. જેમા કલેક્‍ટરના જાહેરનામા અને મળેલ પરમિશન મુજબ ઉજવણી કરવી અને કોઈ તણાવભર્યું વાતાવરણ કયાંય ઉભું ન થાય તે માટેની સૂચના આપવામાં આવી હતી. જોકે વડિયાના લોકો ધર્મપ્રેમી અને ભાઈચારાથી વસવાટ કરતા હોય તેથી બંને ધર્મના લોકોએ હળીમળીને ઉજવણી કરવાની ખાત્રી આપી હતી. આ મિટિંગમાં સરપંચ સહીત સ્‍થાનિક મુસ્‍લિમ સમાજ હિન્‍દૂ સમાજના વિવિધ આગેવાનો હાજર રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલ : ભીખુભાઇ વોરા વડિયા)

(12:25 pm IST)