Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

દ્વારકા બીજેપી મહિલા મોરચા દ્વારા રક્ષાબંધનની ઉજવણી

 મીઠાપુર : દ્વારકા તાલુકા બીજેપી મહિલા મોરચા દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં મુખ્‍ય મહેમાન મીઠાપુર પીઆઇ ગઢવી તેમજ પોલીસ સ્‍ટાફ, હોમ સ્‍ટાફ તેમજ જી.આર.ડી. સ્‍ટાફ હાજર રહ્યા હતા. દ્વારકા તાલુકા મહિલા મોરચાના પ્રમુખ અનીતાબેન કાપડી દ્વારા રક્ષાબંધનની ઉજવણી રાખવામાં આવેલ. જેમાં તાલુકા મહિલા મોરચાની બહેનો હાજર રહેલ.મીનાબેન મારૂ, ગીતાબેન ભરડવા, શિલ્‍પાબેન શ્રીમાળી, ધનબાઇબેન માણેક, ઉજીબેન રાઠોડ તેમજ અન્‍ય મહિલાઓએ રાખડી બાંધી ભાઇઓની લાંબી ઉંમર અને સફળતા માટે ભગવાન પાસે પ્રાર્થના કરેલ. (તસ્‍વીર-અહેવાલ : દિવ્‍યેશ જટણીયા મીઠાપુર)

(12:22 pm IST)