Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ગીર સોમનાથમાં હેલ્‍પલાઈન શરૂ કરી પશુ પાલકોને યોગ્‍ય વળતર ચૂકવવા માંગણી કરતા કોંગ્રેસ અગ્રણી ભગુભાઈ વાળા

(રામસિંહ મોરી દ્વારા)સુત્રાપાડા તા. ૧૦ : સમગ્ર રાજ્‍યમાં હાહાકાર મચાવનાર લંપી વાયરસની સૌથી ઘેરી અસર ધરાવતો ગીર સોમનાથ જિલ્લામાં અનેક કિંમતી પશુધન મળત્‍યુ પામેલ છે.  ગાયોમાં સૌથી વધારે ઘાતક સાબિત થતા ગીર સોમનાથ જિલ્લાના પશુ પાલકોને સત્‍વરે યોગ્‍ય વળતર ચૂકવવા સરકાર આગળ આવે એવી માંગ સાથે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ અગ્રણી ભગુભાઈ વાળાએ વધુમાં જણાવેલ કે હજુ પણ આ રોગની ઘેરી અસરને ડામવા જિલ્લામાં પશુ ડોક્‍ટરની ટીમ તેમજ એમ્‍બ્‍યુલન્‍સની અસરકારક કામગીરી પુરી પાડવા તેમજ આ સંબંધે ખાસ કંટ્રોલરૂમ તેમજ હેલ્‍પલાઈન ૨૪ કલાક કાર્યરત થાય તેમજ વેટરનરી ક્‍લિનિક તેમજ પશુ દવાખાના પર પૂરતી રસી ઉપલબ્‍ધ બની રહે તેમજ રસીકરણનું કામ અસરકારક રીતે પૂરું પાડી અબોલ પશુને બચાવવા તેમજ પશુપાલકોની યોગ્‍ય વળતર સત્‍વરે ચૂકવવા માંગણી કરવામાં આવેલ છે.

(12:21 pm IST)