Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

કચ્‍છમાં મોહરમના દિવસે જ હીટ એન્‍ડ રનમાં બે ના મોત : પિતરાઇ ભાઇઓના મોતથી માતમ

અજાણી ટ્રકે બાઇકને હડફેટે લેતા બંને બાઇક સવારના મોત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૧૦ : મોહરમના દિવસે જ માર્ગ અકસ્‍માતમાં બે પિતરાઈ ભાઈઓએ જીવ ગુમાવતા મુસ્‍લિમ સમાજમાં શોકનું મોજું ફરી વળ્‍યું છે. આકમાતનો આ બનાવ અંજાર અને ભચાઉ હાઇવે ઉપર બન્‍યો હતો. જેમાં બાઈક ઉપર મોરગરથી બુઢારમોરા આવી રહેલાં બે બાઈકસવાર યુવાનોને અજાણી ટ્રકે પાછળથી ટક્કર મારી અડફેટે લેતાં બાઇકસવાર બન્ને યુવાનોના કરુણ મોત નીપજયા હતા. અકસ્‍માતનો આ બનાવ રાત્રે ૯ વાગ્‍યે મોરગર નજીક એચ.પી. પેટ્રોલ પંપ પાસે બન્‍યો હતો.

આ અંગે બુઢારમોરા ગામમાં રહેતાં હબીબ ગુલમામદ રાઉમાએ બનાવ અંગે દુધઈ પોલીસ મથકે અજાણ્‍યા ટ્રકચાલક વિરુધ્‍ધ ફરિયાદ નોંધાવી છે. બાઈક પર આવી રહેલાં અલ્‍તાફ અબ્‍દુલકાદર રાઉમા અને સિકંદર જુમા રાઉમા (બંને રહે. બુઢારમોરા)ને પાછળથી ટક્કર મારીને ટ્રકચાલક વાહન સહિત નાસી છૂટ્‍યો હતો. યુવકોને સારવાર માટે દુધઈની સરકારી હોસ્‍પિટલે ખસેડાયાં હતા પરંતુ તબીબે બેઉને મૃત જાહેર કર્યાં હતા. મૃતકો સંબંધે એકમેકના પિતરાઈ ભાઈ હતા.

(12:21 pm IST)