Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

રાજાધિરાજ દ્વારકાધીશ ભગવાનનું નગરભ્રમણ કરીને પવિત્ર કકલાશ કુંડમાં સ્‍નાન

જીલણા એકાદશી નિમિતે રાણીવાસના બાલસ્‍વરૂપ : દ્વારકાના રાજાને ગાર્ડ ઓફ ઓનર પણ અપાય છે

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા.૧૦ : પવિત્રા એકાદશીને જીર્ણા કે જીલણા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. દ્વારકાધીશ જગત મંદિરના મુખ્‍ય પટ્ટરાણીવાસમાં આવેલ રાધાકૃષ્‍ણ મંદિરના બાલસ્‍વરૂપ દ્વારકાધીશનગરના પવિત્ર સોરવરમાં સ્‍નાનાર્થેગમન કરે છે જેમાં દ્વારકા સ્‍થિત સુર્યકુંડ કે જે હાલમાં કકલાશ કુંડ પણ કહેવાય છે તેમા સ્‍નાન કરાવવામાં આવે છે. આ ઉત્‍સવમાં કકલ એટલે કે નોળિયારૂપી નૃગરાજાનો ભગવાન શ્રીકૃષ્‍ણે ઉધ્‍ધાર કરેલ તે કુંડમાં સ્‍નાનાર્થે ભગવાનનું બાલસ્‍વરૂપ મુખ્‍ય મંદિરેથી આવી ઠાકોરજીને પુજન અર્ચન કરી પંચામૃતથી નવડાવી કુંડમાં સ્‍નાન કરાવવામાં આવે છે. આજના પવિત્રા એકાદશીના દિને ભગવાનનું જ એક બાલ સ્‍વરૂપ નગરજનોને દર્શન આપી એક ઉત્‍કૃષ્‍ટ પ્રજાપાલક તરીકે બધાની ઇચ્‍છા પરિપુર્ણ કરે છે દ્વારકાધીશ એ અહીંના રાજા હોય તેઓને એક રાજાની આન, બાન, અને શાન હોય તેવા ઠાઠમાં ઠાકોરજીનું બાલસ્‍વરૂપ શહેર ભ્રમણ કરે છે અને દ્વારકા પોલીસતેમજ એસ.આર.પી.ના જવાનો ખડેપગે રહી દ્વારકાના રાજાને ગાર્ડ ઓફ ઓનર પણ આપે છે. આ વખતે પણ રાણીવાસના પુજારી આનંદભાઇ ઉપાધ્‍યાય તથા વિજયભાઇ વિગેરે દ્વારા શાહી ઠાઠ સાથે ઠાકોરજીની પાલખી કાઢી વાજતે ગાજતે કકલાશ કુંડ પહોંચી તમામ શાષાોકત વિધિ વિધાન અનુસાર જીલણા એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી. (તસ્‍વીર : દિપેશ સામાણી - દ્વારકા)

(12:18 pm IST)