Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

કુતિયાણાની એસ.એમ જાડેજા કોલેજના તેજસ્વી છાત્રોનું સન્માનઃ રકતદાન કેમ્પ યોજાયો

કુતિયાણા તા. ૧૦: મોડદર એજયુકેશન ટ્રસ્ટ દ્વારા એસ.એમ.જાડેજા આર્ટસ/કોમર્સ

કોલેજની સ્થાપના બાદ અનેક સામાજીક કાર્યક્રમો અને સ્ટુડન્ટોની આગવી પ્રતિભા નિખરે તેવા હેતુથી અનેક કાર્યક્રમો યોજયા બાદ કોલેજ સત્રના પ્રથમ વર્ષના કોલેજ ના કોમર્સ આર્ટસના વિદ્યાર્થીઓનો સત્કાર ાર્ગદર્શન  સમારંભ યોજાયો હતો. તેમજ આશા ચીલ્ડ્રન હોસ્પિટલના સહયોગથી રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ અને પ્રથમ, બીજા અને ત્રીજા વર્ષમાં કોમર્સ/આર્ટસ વર્ષના પ્રથમ/બીજા/ત્રીજા નંબરે ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓ કોલેજ તરફથી શીલ્ડ અને પ્રમાણ પત્રો આપવામાં આવેલ

કોલેજમાં  વાલીઓ/વિદ્યાર્થીઓ/ વિદ્યાર્થીનીઓ હાજર રહેલ, આ પ્રસંગે                     પ્રાંત અધિકારી પી.ડી.વાંદા, કુતિયાણા મામલતદારશ્રી કુતિયાણા પી.એસ.આઇ. તથા અનેક એજ્યુકેશન ટ્રસ્ટના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ. પ્રવચન પહેલા સ્વ. વેજાભાઇ લીલાભાઇ ઓડેદરાની ફોટો પ્રતિમા સામે દિપ પ્રાગટય ટ્રસ્ટના ચેરમેન કેતનભાઇ ઓડેદરા તથા ઓડેદરા બંધુઓ અને કોલેજના હોનહાર પ્રિન્સિપાલ  ડો. નવઘણભાઇ ઓડેદરા દ્વારા કરવામા આવેલ. તેમજ પ્રાંત અધિકારી વાંદાસાહેબ, મામલતદારશ્રી અને પ્રિન્સિપાલશ્રી દ્વારા પ્રવચનમાં શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ પ્રગતિ કરે અને દેશનુ નામ રોશન કરી દેશ સેવા કરે તેવુ જણાવેલ અને વિદ્યાર્થીઓ ખુબજ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવેલ પ્રારંભીક સ્વાગત અને આભાર વિધી કેશવાલાએ કરી હતી. મોડદર એજયુકેશન ટ્રસ્ટ દ્વારા તમામ વિદ્યાર્થી ભાઇઓ/ બહેનોને વોલ કલોક ભેટ આપવામા આવેલ હતી.

(12:17 pm IST)