Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

કોડીનારમાં ૩ ઇંચ

કોડીનાર,તા.૧૦ :કોડીનાર વિસ્‍તારમાં ગઈકાલે સવારના આઠ વાગ્‍યાથી આજ સવારના આઠ સુધીમાં ત્રણ ઈંચ (૮૧. મી. મી)વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૪૩. ઈંચ (૧૦૮૮. મી. મી)થયેલ છે જયારે કોડીનાર ના સિંગોડા ડેમ ૯૦. ટકા ભરાય ગયેલ છે ડેમ સાઈડ ઉપરસિઝનનો ( ૯૪૦. મી. મી )આડત્રીસ ઈંચ વરસાદ નોંધાયેલ છે અને એકદરવાજો એક ફૂટ ખુલ્લો છે

ટ્રકે સાયકલ સવારને હડફેટે લેતા ગંભીર

ચૌહાણ ની ખાણ ગામના વતની ભાણા ભાઈ રામભાઈ સોલંકી પોતાની સાયકલ લઈને જઈ રહિયા હતાં એ દરમિયાન મૂળ દ્વારકા રોડ ઉપર સૂત્રા પાડા રોડ ઉપરથી આવતા ટ્રકે હડફેટે લેતા ભાણા ભાઈ ને ગંભીર ઈજા પહોચતા તેને ૧૦૮. માં કોડીનારની રાના. વાળા હોસ્‍પિટલ ખાતે સારવારમાં લઈ જવાયા હતાં વધુ સારવાર માટે અંબુજા હોસ્‍પિટલ ખાતે લઈ ગયેલ.

(12:12 pm IST)