Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

અમરેલી જિલ્લા કોંગ્રેસ ઓ.બી.સી. દ્વારા કલેકટરને આવેદન પત્ર

 અમરેલી : જિલ્લા કોંગ્રેસ ઓ.બી.સી. દ્વારા કલેકટર કચેરીમાં ઓ.બી.સી. અને વિકસતી જાતીને સંવિધાનની જોગવાઇ મુજબ સ્થાનિક સ્વરાજની ગ્રામ પંચાયતની ચુંટણીમાં વસ્તીના ધોરણે અનામત આપવા તથા બજેટમાં વસ્તીના ધોરણે ગ્રાન્ટ ફાળવવા બાબતે આવેદન પત્ર રમેશભાઇ ગોહિલ પ્રમુખ જિ. કોંગ્રેસ ઓબીસી, દિલીપભાઇ બસીયા મહામંત્રી, રવજીભાઇ મકવાણા, નારણભાઇ બી. મકવાણા, કાળુભાઇ ગોહિલ, નજુભાઇ વાળા, બાબુભાઇ હુદડ, સલીમભાઇ તથા તાલુકા અને શહેર પ્રમુખ, મહામંત્રી, કાર્યકરો સાથે આવેદન પત્ર આપવામાં આવેલ. તેમ રમેશભાઇ ગોહિલની યાદીમાં જણાવેલ છે.(તસ્વીર-અહેવાલ : અરવિંદ નિર્મળ અમરેલી)

(12:11 pm IST)