Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ચૂડાની વાંશળ નદીમાં નવા નીરની આવક

વઢવાણ,તા.૧૦: સુરેન્‍દ્રનગર જિલ્લામાં ફરી મેઘરાજા અનીયમીત થઈ ગયા છે. જેમાં જિલ્લાના ચુડા અને ધ્રાંગધ્રા તાલુકામાં મંગળવારે વરસાદ નોંધાયો છે. ચુડામાં બપોરના સમયે એક ઈંચથી વધુ વરસાદ વરસ્‍યો હતો. જયારે ધ્રાંગધ્રામાં ઝાપટા સ્‍વરૂપે ૯ મીમી પાણી પડયુ હતુ.

સુરેન્‍દ્રનગર જિલ્લામાં ગત સપ્તાહે મેઘરાજાએ મહેર કર્યા બાદ વરસાદ અમુક તાલુકામાં જ પડે છે. જેમાં મંગળવારે ચુડા અને ધ્રાંગધ્રા તાલુકામાં જ વરસાદ વરસ્‍યો હતો. જેમાં ચુડામાં સવારના ૧૦ થી ૧૨જ્રાક્રત્‍ન ૨ મીમી અને બપોરે ૧૨ થી ૨ માં ૩૦ મીમી એમ કુલ ૩૨ મીમી એટલે કે, એક ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. બીજી તરફ ધ્રાંગધ્રા તાલુકામાં પણ હળવા વરસાદી ઝાપટા પડયા હતા. ધ્રાંગધ્રામાં બપોરે ૧૨ થી ૨ માં ૭ મીમી અને ૨ થી ૪માં ૨ મીમી એમ કુલ ૯ મીમી વરસાદ ઝાપટા સ્‍વરૂપે આવ્‍યો હતો. સુરેન્‍દ્રનગર અને વઢવાણ શહેરમાં પણ સવારથી વાદળછાયુ વાતાવરણ સર્જાયુ છે.

ઝાલાવાડના ચૂડા વિસ્‍તારમાં મંગળવારે વરસાદી માહોલ વચ્‍ચે ઝાપટાની આવનજાવન જારી રહી હતી. જેનાપગલે વાંશળ નદીમાં નવા નીરની આવક થવા સાથે ગોખરવાળ ડેમની જળરાશિમાં પણ વધારો થયો હતો. ગોખરવાળા ડેમના નીર સિંચાઈ માટે ઉપયોગી હોઈ પંથકના ખેડૂતોમાં પણ હર્ષની લાગણી જોવા મળી હતી.

(12:10 pm IST)