Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ભાવનગર પોલીસ દુષ્‍કર્મના ફરાર આરોપીને ઝડપી લીધો

ભાવનગર,તા.૧૦: મોટા ખૂટવડા પોલીસ મથકમાં નોંધાયેલ દુષ્‍કર્મના ગુનામાં નાસતા ફરતા રાજુલાના પટવા ગામના શખ્‍સને એલ.સી.બી.એ ઝડપી લઈ ખૂંટવડા પોલીસને સોંપ્‍યો હતો.

એલ.સી.બી.નાં પો.હેડ કોન્‍સ. અરવિંદભાઇ બારૈયાને હકીકત મળેલ કે,ᅠ મોટા ખુંટવડા પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ સગીરાનું અપહરણ અને દુષ્‍કર્મના કેસમાં ફરાર આરોપી નરશીભાઇ મેપાભાઇ રહે.ચાંચ બંદર રોડ,પટવા તા.રાજુલા હાલ મહુવા,નેસવડ ચોકડીએ હાજર હોવાની બાતમીવાળી જગ્‍યાએ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્‍ચ તથા પેરોલ ફર્લો સ્‍કવોડનાં માણસોએ જઇ તપાસ કરતાં નાસતાં-ફરતાં આરોપી નરશીભાઇ મેપાભાઇ ચૌહાણ ઉ.વ.૪૯ ધંધો-ખેત મજુરી રહે.ચાંચ બંદર રોડ,પટવા વાળા હાજર મળી આવતાં તેને હસ્‍તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા માટે ભાવનગર, મહુવા પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ.

(12:09 pm IST)