Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

અમરેલી ખાતે હિન્દુ મુસ્લીમ સમાજની શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ

 અમરેલી : પોલીસ અધિક્ષક અમરેલી હિમકરસિંહની અધ્યક્ષતા તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ કે.જે.ચૌધરીના માગંદર્શન હેઠળ સાવરકુંડલા શહેરમા તથા સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં યોજાનાર આગામી મહોરમ તાજીયા, જન્માષ્ટમી તથા ગણેશ ચતુર્થી ના તહેવારો અનુસંષાને યોજાનાર યાત્રા-ઝુલુશ તથા ધામિંક કાર્યક્રમોને ધ્યાને લઇ સાવરકુંડલા શહેર ખાતે શાંતિ સમીતીની બેઠકનું આયોજન કરવામાં આવેલ. જેમાં તથા તાલુકાના હિન્દુ-મુસ્લીમ સમાજના તહેવારોની ઉજવણી કરનાર આયોજકો તથા રાજકીય આગેવાનો તથા વિવિધ જ્ઞાતીના આગેવાનો તથા વેપારી આગેવાનો તથા પત્રકારો હાજર રહેલ. મિટીંગમાં જિલ્લા પોલીસ અધિક્ષક અમરેલી, નાઓ દ્વારા આગામી તહેવારો શાંતિપુવંક તેમજ ભાઇચારાની ભાવના સાથે ઉજવવા અપીલ કરેલ તથા જાહેર કાયદો અને વ્યવસ્થા જળવાય તથા ટ્રાફીક વ્યવસ્થાની જાળવણી સાથે તથા તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવાય તેવી અર્પીલ કરેલ. મીટીંગમા હાજર આગેવાનોએ તહેવારો શાંતિપુર્ણ રીતે ઉજવવા ખાતરી આપેલ.(તસ્વીર-અહેવાલ : અરવિંદ નિર્મળ અમરેલી)

(12:08 pm IST)