Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

બગસરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ

 બગસરા : પોલીસ સ્ટેશન ખાતે પી.આઇ.ડી.વી. પ્રસાદના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઇ. જેમાં હિન્દુ મુસ્લિમ સમાજ આગેવાનોની ઉપસ્થિતિમાં હાલ શ્રાવણ માસ સાથે મોહરમ પર્વ હોય શહેરમાં શાંતિમય માહોલ વચ્ચે તહેવારોની ઉજવણી થયાં તેવા હેતુ અન્વયે શાંતિ સમિતિની બેઠક હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બોલાવીને કાયદો વ્યવસ્થાને લઈને ચર્ચાઓ કરી શહેરના વિવિધ વિસ્તારોમાં પુરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવશે તેવું પણ અંતે જણાવ્યું. આ તકે મુસ્લિમ સમાજના પ્રમુખ રજાકભાઈ કાળાવતર યુનુસભાઈ, બિલખીયા ગફાર બાપુ, એ વી રીબડીયા સહિતના વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર-અહેવાલ : સમીર વીરાણી બગસરા)

(11:58 am IST)