Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

જામનગરમાં મુસ્‍લિમ સમાજ દ્વારા પોલીસ અધિકારીઓનું સન્‍માન

જામનગરઃ શહેરમાં આ વર્ષ મોહરમના તહેવારની ભવ્‍ય ઉજવણી થઈ. ઠેર-ઠેર શહેરમાં અનેક વિસ્‍તારમાં તાજિયા પડમાં આવ્‍યા હતા. ત્‍યારે જામનગર પોલીસ દ્વારા ખડેપગે રહીને સતત ૩ દિવસ સુધી તાજિયા તેમજ લોકોની સલામતી વ્‍યવસ્‍થા ભાગરૂપે ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો. તેમજ જામનગર પોલીસના અનેક અઘિકારી થી લઇ ને સ્‍ટાફ દ્વારા તાજિયા ના પરવાનેદાર, તાજીયા કમિટી તેમજ લોકોને ખુબ શારૂ સાથ સહકાર આપવામાં આવેલ હતું. તે બદલ જામનગર પોલીસવડા પ્રેમસુખ ડેલું, સિટી-એ ડિવિઝન ના પીઆઇ એમ.જે.જલુ, પીએસઆઈ એમ.વી.મોઢવાડીયા તેમજ પીએસઆઈ એન.વી.હરિયાણી સહિત સ્‍ટાફ નું મુસ્‍લીમ સમાજ ના અગ્રણી દ્વારા સન્‍માન કરી તેવોનું સરાહનીય કામગીરી કરવા બદલ આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યું હતું. આ તકે જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા તેમજ કોર્પોરેટર અસલમભાઈ ખીલજી, જામનગર સુન્ની મુસ્‍લિમ પટણી જમાત ના પ્રમુખ હાજી જુસબભાઈ પટણી (જે.કે), સૈયદ સમાજ ના અગ્રણી સૈયદ ઈમ્‍તિયાઝબાપુ, ડો.તોસીફખાન પઠાણ,હાજી ખાલીદભાઈ ખત્રી, પટણી જમાત ના સેક્રેટરી યુસુફભાઇ પટણી સહિત લોકો ઉપસ્‍થિત રહ્યા હતા. (અહેવાલઃ તસ્‍વીરઃ મુકુંદ બદિયાણી-જામનગર)

(10:43 am IST)