Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

મોરબીના પુલના ઢાળ નીચે,દરબારગઢ વિસ્તારમાં હાઈ વોલ્ટેજથી ઉપકરણો બળી જવાની ફરિયાદો.

નાગરિકોને હજારો રૂપિયાની નુકશાની; ફરીયાદ બાદ પણ વીજતંત્ર નિંદ્રાધીન: અગાઉ વરસાદ અને વીજળીના કડાકા ભડકાથી ટીસીમાં નુકશાન થવાથી એકએક વોલ્ટેજ વધી જતાં ઉપકરણો બળી ગયાની અને હવે ઉપકરણો ચાલુ ન કરી શકતા હોવાની ફરિયાદ કરવા છતાં તંત્ર ધ્યાન ન આપતા લોકોમાં રોષ.

મોરબીના  પુલ ઉપર આવેલ હોન્ડા ના શો રૂમ પાછળ તેમજ દરબારગઢ વિસ્તારમાં ટીસીમાથી હાઈ વોલ્ટેજ આવતો હોવાથી કારણે ઘરના ઇલોકટ્રોનિક ઉપકરણો ચાલુ કરવા જાય તો બળી જતા હોવાની ફરિયાદ સાથે સ્થાનિકોએ વીજ તંત્રને રજુઆત કરી છે. જેમાં અગાઉ વરસાદ અને વીજળીના કડાકા ભડકાથી ટીસીમાં નુકશાન થવાથી એકએક વોલ્ટેજ વધી જતાં ઉપકરણો બળી ગયાની અને હવે ઉપકરણો ચાલુ ન કરી શકતા હોવાની ફરિયાદ કરવા છતાં તંત્ર ધ્યાન ન આપતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે.
મોરબીના દરબારગઢ, દેરાસર વિસ્તાર અને ખત્રીવાડ સહિતના વિસ્તારના લોકોએ વિજતંત્રને રજુઆત કરીને જણાવ્યું હતું કે, ગત તા.5ના રોજ વરસાદ તેમજ ભારે વીજળીના કડાકા ભડકા થતા દરબારગઢમાં આવેલ ટીસીને નુકસાન થવાથી એકાએક વોલ્ટેજ વધી ગયો છે. જેમાં આ ટીસીમાં 270થી પણ ઉપર હાઈ વોલેટજ વધી ગયો હોવાથી ત્યારે અમુક ઘરોમાં ટીવી, ફ્રીજ. વોશિંગ મશીન બળી ગયા હતા. આટલા બધા હેવી વોલ્ટેજને કારણે ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન જેવા ઘરના રોજિંદા વપરાશના ઇલોકટ્રોનિક સાધનો ચાલુ ન થાય. જો ચાલુ કરીએ તો આ સાધનોમાં હેવી વોલ્ટેજથી ભડાકા થાય અને બળી જાય છે. જો કે વીજ તંત્રના એક કર્મચારી આવીને ચેક કરી ગયા પણ સમસ્યા બહુ ગંભીર હોવાનું જણાવી આ ફોલ્ટ ક્યારે રીપેર થશે એ નક્કી નથી તેવું કહીને જતા રહ્યા. જો કે એ ઘરમાં માતા-પુત્ર રહે છે. માતા બીમાર હોય કપડાં ધોવા માટે વોશિંગ મશીન ચાલુ કરવું પડે પણ બળી જવાની બીકે ચાલુ કરી શકતા નથી. આ રીતે ઘણી મહિલાઓને રોજિંદા કામમાં મુશ્કેલી પડતી હોય તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.
પુલ ઉપર આવેલા હોન્ડા ના શો રૂમની બાજુમાં એક ત્રણ માળના મકાનને અડીને જ એક ટી. સી. નાખવામાં આવ્યું છે અને મહિનામાં બે થી ત્રણ વખત બોલ્ટેજ લોડ સેટિંગ ન હોવાના કારણે ધડાકા થાયછે, પાવર જાયછે, અને પાવર આવ્યા પછી ખબર પડે છે. અને ઉપકરણો બળી જાયછે. અહીં જ આવેલ સુશીલા એપાર્ટમેન્ટ નામના બિલ્ડિંગમાં ગમે ત્યારે ધડાકા થાય ત્યારે એસી, ફ્રીઝ, પંખા બળી જાય છે બલ્બ ઉડી જાય છે. અને થોડા દીવસ પહેલા વરસાદ આવ્યો ત્યારે આ એપાર્ટમેન્ટની લીફ્ટમાં પણ ફોલ્ટ થયો અને હજારો રૂપિયાની નુકસાન થયું.
રહેણાક વિસ્તારમાં હોન્ડા ના વર્કશોપ પાસે વીજતંત્ર એ એક બિલ્ડિંગની દિવાલ પાસેજ ટી સી મૂકી કેમ મુક્યું એ પણ સવાલ છે. અને આ ટી સી અહીંના રહેવાસીઓ માટે માથાના દુઃખાવા સમાન બની ગયુ છે. છતાં વીજતંત્ર કુંભકર્ણની નીંદરમાં હોય તેમ જાગતું નથી, સમસ્યા ઉકેલતુ નથી.
અને અહીંના રહેવાસીઓએ હવે કોર્ટના દ્વાર ખખડાવવા તાયારીઓ કરી લીધી છે.

(12:57 am IST)