Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

મોરબી રાજકોટ હાઈવેના કામકાજને પોણા ચાર વર્ષ થયા પણ રોડ નથી બન્યો.

મોરબી-રાજકોટ સ્ટેટ હાઈવે ફોરલેન બનાવવા માટે 275 કરોડના ખર્ચે સરકારે મંજુરી આપી હતી અને ગત વિધાનસભા ચુંટણી સમયે હાઈવે ફોરલેન માટેનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું જેની સમય મર્યાદા 2019 નક્કી કરી હતી અને બાદમાં કોરોના મહામારીને પગલે માર્ચ 2020 થી એક વર્ષની મુદત વધારી હતી છતાં પોણા ચાર વર્ષ થયા પણ કામ હજુ પૂર્ણ થયું નથી. જેને પગલે સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રોડને લગતી બાકી રહેતી કામગીરી વહેલી તકે પુર્ણ કરવા માંગ કરી હતી.

જેમાં તેમણે જણાવ્યું હતું કે, મોરબી – રાજકોટ ફોરલેન – રોડની મુદત પુરી થઈ ગઈ છે. જેને પગલે વહેલી તકે તેનું લોકાર્પણ થાય તે જરૂરી છે. નવલખી ફાટક પાસે જુનાં R.T.O. R.O.B. રેલ્વે – ઓવર બ્રીજ ની કામગીરી વહેલી તકે પુર્ણ થાય તે જરૂરી છે, અકસ્માતો નિવારવા માટે જરૂરી છે – ઓવરબ્રિજ નાં કામની મુદત પુરી થઈ ગઈ છે. તો રોડને લગતી બાકી રહેતી કામગીરી વહેલી તકે પુર્ણ કરવી. આ રોડ ઉપર થતાં અકસ્માતો નિવારવા માટે જરૂરી કાર્યો થાય તે પણ જરૂરી છે.
આ ઉપરાંત તેમણે અન્ય રજુઆત કરતા જણાવ્યું હતું કે, ભગડા મામા, શનાળા રાજપર ચોકડીપ પાસે નાનું સર્કલ બનાવવું, લજાઈ ચોકડીએ નાનું સર્કલ ત્રણ રસ્તા પાસે બનાવવું રોડ ઉપર રાત્રે દેખાય તે રીતે રેડીયમનાં રીફલેટર મુકવાં અને આખા રોડ ઉપર જયાં જરૂરી હોય અને અકસ્માતો વધુ થતાં હોય ત્યા પણ રીફલેટર મુકવા આવશ્યક છે આ ઉપરાંત લજાઈ, વીરપર અંડરપાસનો સર્વિસ રોડ પણ વહેલી તકે બનાવો જરૂરી છે.

(12:57 am IST)