Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

કચ્છમાં કોરોનાનો ખોફ : ટીડીઓ, સરકારી તબીબ, નર્સ સહિત આજે ૩૨ કેસ સાથે કુલ આંકડો ૭૬૩

ભુજ, ગાંધીધામ ૮-૮ કેસ, અંજાર ૫ કેસ સાથે કોરોનાના હોટ સ્પોટ, ટ્રાવેલ હિસ્ટ્રી વગર દરરોજની જેમ કચ્છમાં યાદી મોડી જાહેર કરાઈ

ભુજ :કચ્છમાં કોરોનાનો ખોફ વિસ્તરી ચુક્યો છે. સ્થાનિકે સંક્રમણ વધતાં હવે સરકારી કર્મીઓ, પોલીસ તેમ જ આરોગ્ય કર્મીઓને પણ કોરોના વળગી રહ્યો છે. આજે ગાંધીધામના તાલુકા વિકાસ અધિકારી  આર.ડી. વ્યાસ, રાપર સીએચસીમાં ફરજ બજાવતા આયુર્વેદીક તબીબ ડો. મોહિની મુકેશ હળપદી, અંજારમાં આરોગ્ય શાખાના નર્સ દીપ્તિબેન એસ. વોરાને પણ કોરોના ડિટેકટ થતાં તેમના સંપર્કમાં મોટો વર્ગ આવ્યો હોઈ સૌ ફફડી ગયા છે. આજે ૩૨ કેસમાં હોટસ્પોટ બનેલા ભુજમાં ૮ અને ગાંધીધામમાં ૮ તેમ જ અંજારમાં ૫ કેસ સામે આવ્યા છે. અન્ય કેસોમાં રાપરમાં ૪, માંડવીમાં ૩, ભચાઉમાં ૨ મુન્દ્રા ૧, લખપત ૧ કેસ નોંધાયો છે. કોરોનાનો ખોફ આ વધતાં જતાં આંકડાઓ બતાવે છે. એક્ટિવ કેસ વધીને ૨૩૭, સાજા થયેલા દર્દીઓ ૪૮૯ તેમ જ મૃત્યુ પામનાર ૩૬ અને કુલ દર્દીઓ ૭૬૩ છે. જોકે, દરરોજની જેમ જ કચ્છમાં માહિતી મોડી જાહેર કરવાનો સિલસિલો હજીયે ચાલુ જ રહ્યો છે.

(11:17 pm IST)