Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

જુનાગઢમાં યુ ટયુબર ધવલ દોમડીયા સહિત ૮ મહિલા પુરૂષો જુગાર રમતા ઝડપાયા

જુનાગઢ તા.૧૦ : રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવાર સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમશેટીના માર્ગદર્શન હેઠળ ક્રાઇમબ્રાંચ ઇચા. પો.ઇન્સ. આર. કે. ગોહિલત થા પો.સ.ઇ. શ્રી ડી.જી.બડવા તથા પો. સ્ટાફ સતત પ્રયત્નશીલ હોય દરમિયાન આજરોજ ક્રાઇમબ્રા઼ચના પો. હેડ કોન્સ. બી.બી.ઓડેદરાને અગાઉથી સંંયુકત ખાનગી રાહે ચોકકસ બાતમી હકિકત મળેલ કે જુનાગઢ મધુરમ મોતી પેલેસ ટાઉનશીપ સામે આવેલ કૃષ્ણપાર્કમાં રહેતા દિવ્યાબેન મુકુંદભાઇ રાડીયા, લોહાણા પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાને બહારથી સ્ત્રી  પુરૂષો બોલાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીત કરી તીનપતીનો જુગાર રમી રમાડી પોતાના આર્થિક ફાયદા સારૂ નાલના પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. તેવી  ચોકકસ બાતમી હકીકત આધારે  તા.૯-૮ના રોજ ઉપરોકત હકિકતવાળી જગ્યાએ રેઇડ કરતા પૈસા તથા ગંજીપતાના પાના વડે તીનપતીનો  નામનો જુગાર રમતા સ્ત્રી પુરૂષ સહિત કુલ ૮ જુગારીઓને રોકડા રૂ.રપ,૦૯૦ તથા નાલના રૂ.પ૭૦ તથા મો.ફોન. ૮ કિ. રૂ.૪૦,૦૦૦ તથા મો.સા. કિ. રૂ.પ૦,૦૦૦ મળી કુલ કિ. ૧,૧પ,૬૬૦ના મુદામાલ સાથે મળી આવતા તેમના વિરૂધ્ધ  ધોરણસરની કાર્યવાહી કરી જુગાર ધારા કલમ ૪પ મુજબનો ગુનો સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર કરાવવામાં આવેલ.

પોલીસે કમલેશભાઇ હરસુખભાઇ ટાંક કુ઼ભાર ઉ.વ.૩ર રહે. જુનાગઢ મધુરમ, કૃષ્ણપાર્ક સોસાયટી, ધવલ દેવશીભાઇ ભેડાભાઇ આહીર ઉ.વ.ર૪ રહે જુનાગઢ મધુરમ સુદામા પાર્ક-ર, નંદન બકુલભાઇ પંડયા બ્રાહ્મણ ઉ.વ.ર૪ રહે. જુનાગઢ મધુરમ અશોકનગર-૧, જીગર હિમાંશુભાઇ કેલૈયા બ્રાહ્મણ ઉ.વ.ર૪ રહે. જુનાગઢ ટીંબાવાડી દિપાંજલી - ર, યુ ટયુબર ધવલ જયેન્દ્રભાઇ દોમડીયા ઉ.વ.ર૪ જુનાગઢ તળાવ દરવાજા, નીલગગન, એપાર્ટમેન્ટ એ વીંગ બ્લોક નં. એ.૩૧ની ધરપકડ કરાઇ છે.

રોકડા રૂપીયા, રપ,૬૬૦, મો.નંગ-૮ કિ. રુા.૪૦,૦૦૦ મો.સા. કિ. રૂ.પ૦,૦૦૦, મળી કુલ કિ. રૂ.૧,૧પ,૬૬૦ જપ્ત કેરલ છે.

આ કામગીરી ક્રાઇમબ્રાન્ચના ઇચા. પો.ઇન્સ.  આર.કે. ગોહિલ પો.સ. ડી.જી. બડવા પો.હેઙ કોન્સ. એસ.એ.બેલીમ, ડી.આર.નંદાણીયા, વી. કે. ચાવડા બી.કે. સોનારા, ભરતભાઇ બી. ઓડેદરા, જીતેશ એચ.મારૂ નિકુલ એમ. પટેલ, પો. કોન્સ. દિવ્યેશકુમાર ડાભી, ભરતભાઇ સોલંકી, જયદીપભાઇ કનેરીયા તથા પો. કોન્સ.  સાહિલ સમા, કરશનભાઇ કરમટા, ડાયાભાઇ કરમટા, યશપાલસિંહ જાડેજા, દિનેશભાઇ કરંગીયા તથા મહિલા પો. કોન્સ. વિણાબેન નાગાણી વિગેરે પોલીસ સ્ટાફ સાથે રહી કરેલ છે.

(12:57 pm IST)