Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

જુનાગઢ શહેર જિલ્લામાં રાંધણછઠ્ઠનો જુગાર રમતા પાંચ મહિલા સહિત ૧૪૧ શખ્સોની ધરપકડ

એક જ દિવસમાં પોલીસનો સપાટો રૂ. ૧૪.૬પ લાખનો મુદામાલ કબ્જે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૦ : જુનાગઢ શહેર તેમજ જિલ્લામાં પોલીસે દરોડા પાડીને પાંચ મહિલા સહિત ૧૪૧ શખ્સોની જુગાર રમવા સબબ ધરપકડ કરી રૂ.૧૪.૬ર લાખનો મુદામાલ કબ્જે કરતા જુગારી આલમમાં ખળભળાટ મચી ગયો હતો.

જુનાગઢ જિલ્લામાં તહેવાર પર કાયદો વ્યવસ્થા જળવાય રહે અને અસામાજિક પ્રવૃતિ ન થાય માટે કાર્યવાહી કરવા ડીઆઇજી મન્નીંદરસિંઘ પવાર અને એસપી રવિ તેજા વાસમ શેટીએ સુચના જાણ કરી હોય ક્રાઇમ બ્રાંચ તેમજ સેવીકસેન્ટર સ્કવોડ સહિત પોલીસે ગઇકાલે રાંધણછઠ્ઠાના દિવસે જુગારીઓ સામે લાલઆખ કરી હતી.

જુનાગઢમાં મધુરમની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં ત્રણ મહિલા સહિત ૮ જાણને રૂ.૧,૧પ,૬૬૦ સાથે તેમજ જોશીપરાના ઓધડનગરમાંથી પણ બે મહિલા સહિત સાત શખ્સોને રૂ.૧,૧૮,૭૭૦ સાથે જુગાર રમતા પકડી પાડવમાં આવેલ.

ભેંસાણના પાટણ, રફાળીયા અને મેંદરના અંબાવા ગામે જુગાર રમાતો પર્દાફાશ કરી ર૧ જુગારનેરૂ. ૯.૮૦ લાખના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

વંથલી તાલુકાના કણઝા, અટીકા ગામેથી પોલીસે ૧૬ શખ્સેની રૂ.૧.૪પ લાખના મુદામાલ સાથે જુગાર રમવા સબબ ધરપકડ કરી હતી.

જુનાગઢ એ ડીવીઝનના પોલીસે નારણપુરા ડેલા પાસેથી પાંચ યુવતીને રૂ. ૧૩,૭પ૦ સાથે તેમજ બી ડીવીઝન હેઠળના વણઝારી ચોકમાં આવેલ રાજહંસ એપાર્ટમેન્ટમાંથી ૬ જણાને  રૂ. ૬પ૦૦૦ ના મુદામાલ સાથે જુગાર રમતા ઝડપી લેવાયા હતા.

વિસાવદરના પંડાખરી ગામેથી ૬ જુગારીની રૂ.૧૧,૪૪૦ સાથે તથા વિસાવદરના ગાયત્રી પ્લોટમાંની ર૧ જુગારીની રૂ.૧૮,૧૦૦ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

જુનાગઢ તાલુકાના ખામધ્રોલ ગામેથી સાત જુગારને રૂ.ર૭૮પ૦ સાથે અને સાંબલપુર ગામમાંથી ૬ જણાને રૂ. ૧૦,૩૩૦ સાથે જુગાર રમતા પકડી પાડવામાં આવેલ.

તેમજ માણાવદર ટાઉનમાંથી ૮ જુગારીની રૂ.૬પ૯૦ સાથે બાંટવાના કોડવાવ ગામમાંથી ૯ જુગારીને રૂ. ૩૦,૮૦ સાથે ચોરવાડના ગડુમાંથી ૬ ઇસમોની રૂ.પર૧૦ સાથે તેમજ ખેરા ગામાંથી ત્રણ જણાની રૂ. ૧૮૦૦ સાથે અને માળીયા હાટીના તલાુકાના જુથળ ગામેથી પોલીસે ત્રણ જણાને રૂ.૧૦,૦૩૦ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા.

આમ એકજ દિવસમાં પોલીસે સપાટો બોલાવી પાંચ મહિલા સહિત ૧૪૧ જુગારીની રૂ.૧૪.૬ર લાખ સાથે ધરપડક કરી હતી.

(12:56 pm IST)