Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

લખધીરગઢના ઉદ્યોગપતિ પનારાએ ગુરૂ રૂપ બનેવીના દુઃખદ અવસાન નિમિતે શ્રધ્ધાંજલિ રૂપે સત્કાર્ય કરી સમાજને નવો રાહ ચિંધ્યો

ટંકારા,તા. ૧૦: ટંકારાના લખધીરગઢ ગામે રહેતા ઉદ્યોગપતિ પનારા અમરશીભાઈ દેવશીભાઈના ગુરૂ આદર્શ અને રાહબર બનેવી જે કાળી મજુરી કરી પેટયુ રળતા... જયારે કુદરતે એમનો સિતારો બદલ્યો ત્યારે પોતાની ગરીબીને યાદ રાખી બે હાથે જે રળયુ તે સમાજની અંદર નાના ગરીબ જરૂરીયાતમંદને ચાર હાથે બાટતા ગયા જેનુ સર્વોત્ત્।મ ઉદાહરણ ધ્રોલ કન્યા છાત્રાલય. જાંબુડા ઉમા સંકુલ. સમુહ લગ્ન સમિતિઙ્ગ સહિત અનેક નામી અનામી સંસ્થા ની અંદર આગળ રહી નમુનેદાર સત્કાર કરતા આવા આજીવન સેવાના વ્રતધારી ગોવિંદભાઈ રવજીભાઈ વૈશ્ર્નાણી નુ ૮/૮/૨૦૨૦ ને શનિવારે દુઃખદ અવસાન થયેલ જે નિમિત્ત્।ે પનારા પરીવાર ના મોભી અમરશીભાઈ યુવા ઉધોગપતિ બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા લિ. વાળા જગદીશ પનારા અને દેવેન્દ્ર પનારા એ અનોખી શ્રદ્ઘાંજલિ આપી હતી. જેમા ટંકારા પાંજરાપોળ ટ્રસ્ટ ના આશરે ૨૫૦ અબોલ જીવોને એક દિવસ નો સંપુર્ણ ખર્ચ જેમા ધાસચારો ખાણ વગેરે. પારેવડા પંક્ષી માટે ચણ. ગરીબ જરૂરીયાતમંદ લોકોને કપડા અને પગ મા પહેરવાના ચંપલ માંદગીથી પિડાતા દર્દીને દવાનો ખર્ચ સ્વરછતા માટે કાયમી કામ કરતા કર્મચારી ને સન્માન સાથે સાધનો ની સહાય ગરીબ પરિવારોને સાતમ આઠમ નિમિત્ત્।ે ફરસાણ મિઠાઈ ટંકારા પુસ્તક પરબ મા વાચકરશિકો માટે પુસ્તકો નાના ભુલકાને ચોકલેટ. અને સ્નેહીની સ્મૃતિ કાયમ રહે માટે કારખાના ના પટરાગંન માં વૃક્ષારોપણ કરી અનોખી શ્રદ્ઘાંજલિ આપી સમાજ ને નવો રાહ ચીંધયો છે ગોવિંદભાઈ કુદરતી આફતો વખતે અને માદરે વતન જામદુધઈ મા સામાજિક બદલાવ લાવવામા મોખરે રહ્યા હતા નાના માણસોને હમેશા મદદ કરી આત્મસંતોષ અનુભવતા સમાજશ્રેષ્ઠી ની વિદાઈ થી મોરબી પંથકમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. અને એક પોતિકો સ્વજન ગુમાવ્યા ની લાગણી વ્યકત કરી રહ્યા છે.

(12:50 pm IST)