Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

સૌરાષ્ટ્ર માટે ગૌરવરૂપ ઘટના

જસદણની સાણથલી સહ. મંડળીના પ્રમુખ સાથે પ્રધાનમંત્રી મોદીએ વિડીયો કોન્ફરન્સથી વાર્તાલાપ કર્યો

અમદાવાદમાં એગ્રીકલ્ચરલ ઇન્ફાસ્ટ્રકચર ફંડ તેમજ ખેતી વિષયક મંડળીઓના મલ્ટી સર્વિસ લોન્ચીંગ કાર્યક્રમ સુપેરે સંપન્ન

જસદણ તા. ૧૦: જસદણની સાણથલી મંડળીની પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીએ નોંધ લઇ પ્રમુખ અરવિંદભાઇ તોગડીયા સાથે વિડીયો કોન્સરન્સથી વાર્તાલાપ કર્યો હતો.

અમદાવાદ નાબાર્ડ ખાતે યોજાયેલ એક લાખ કરોડનું એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ ખેતી વિષયક મંડળીઓ માટે મલ્ટી સર્વિસ સેન્ટર બનાવવાના લોન્ચીંગ કાર્યક્રમ વિડીયો કોન્સરન્સથી યોજાયો હતો તેમાં આખા ગુજરાતમાં સાણથલી મંડળીની કામગીરીની નોંધ લેવાય હતી તેમાં મંડળીના પ્રમુખ તેમજ ગુજરાત એગ્રીકલ્ચર બોર્ડના સભ્ય જસદણ યાર્ડના ચેરમેન અરવિંદભાઇ તાગડીયાની પસંદગી થઇ હતી.

વિડીયો કોન્સફરન્સથી વાર્તાલાપમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું અરવિંદભાઇ આજતો રૂપાલાજીની બાજુમાં બેસી ગયા છો અરવિંદભાઇ એ કહ્યું રામ રામ તો મોદીજીએ હસતા હસતા કહ્યું અરવિંદભાઇ આપકો હિન્દી બોલના પડેગા આ સાથે સહકારી અગ્રણી અરવિંદભાઇ તાગડીયાએ હિન્દીમાં વાર્તાલાપ કર્યો હતો જેમાં સહકારી આવક ખેડુતોને ધીરાણ અંગે તેમજ સરકારની કીસાન યોજનાઓ તેમજ મંડળીની આવક તેમજ ખેડુતોને મળતા લાભ અંગે ખુલ્લી ચર્ચા કરી હતી.

આ વિડીયો કોન્ફરન્સની મીટીંગમાં અરવીંદભાઇ તાગડીયા સાથે કેન્દ્રીય કૃષી મંત્રી પરસોતમભાઇ રૂપાલા તથા રાજયના કેબીનેટ મંત્રી અને જીલ્લા બેન્કના ચેરમેન જયેશભાઇ રાદડીયા ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર ગુજરાતમાં જસદણની સાણથલી મંડળીની પસંદગી થતા જસદણ તેમજ રાજકોટ જીલ્લા સહકારી ક્ષેત્રને ગૌરવ અપાવતા કુશળ વહીવટ બદલ અરવિંદભાઇની પ્રસંસા સાથે અભિનંદનવર્ષા થઇ હતી.

(12:47 pm IST)