Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

દ્વારકાધીશ મંદિરે શ્રીકૃષ્ણ જન્મોત્સવનો થનગનાટ : માત્ર ઓનલાઇન દર્શન

કોરોના મહામારીના કારણે પુજારી પરિવાર જન્માષ્ટમી ઉજવશે : આ વખતે ભાવિકોને આવવા ઉપર પ્રતિબંધ

 દ્વારકા,તા.૧૦: સમગ્ર વિશ્વની મહામારીને આજે છ માસ થતા આવ્યા ત્યારે દ્વારકાધીશ મંદિરમાં ફરી થતી યાત્રીકોની ભીડ જન્માષ્ટમીમાં  ન થાય તેને લઇને જીલ્લા કલેકટર મીનાએ મંદિર તા. ૧૦ થી ૧૩ સુધી યાત્રીકો માટે બંધ રાખવાનું જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે અને આ બાબતે સંબંધિતોને અભિપ્રાય પણ મેળવવામાં આવ્યો હતો.

હજારો વર્ષોના ઇતિહાસમાં પ્રથમ વખત જ દ્વારકા નગરીમાં કૃષ્ણ જન્મોત્સવ માત્ર સેવા કરતા પુજારી ગણ વચ્ચે જ થશે ત્યારે કેવું હશે. ધાર્મિક માહાત્મય તેવું ભાવિકો પણ વિચારી રહ્યા છે. જો કે પુજારી પરિવાર દ્વારા આઠમના કૃષ્ણ જન્મોત્સવ તથા નોમના પારણા દર્શન તથા ભગવાનના ઠાઠ માઠ માટેની અનેક વિધ પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે.

ભગવાનના હિંડોળા દર્શન તથા આઠમના દિને થતા ખુલ્લા પડદે ભગવાનના સ્નાન જન્મોત્સવના વઘારણા કરવા નેદ ઘરે આંનદ ભર્યો જેવા દરેક ઉત્સવ માટેની તૈયારી તથા આઠમના દિને ભગવાનને ધરાવાતા ખાસ પ્રકારના વસ્ત્રો/ અંલકારો મહાભોગ વિગેરે જન્માષ્ટમીનો સેવા ક્રમ જળવાય રહેશે. અને તે તમામ દર્શન દ્વારકાધીશ મંદિરની વેબ સાઇટ પરથી ભાવિકો લાઇવ નિહાળી શકાશે.

વર્ષોથી રીલાયન્સના પરિમલ નથવાણી તથા ધનરાજ નથવાણીની રાહબરી હેઠળ મંદિર શિખર 'ગર્ભગૃહ', 'સર્પદ્વાર',' મોક્ષ દ્વાર' મંદિર પરિસર તથા પરિસરના અન્ય મંદિરોમાં લાઇટીંગ શુસોભન કરવામાં આવે છે. તેનું લાઇટીંગનું કામ કારીગરો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. દેવસ્થાન સમિતિના અધ્યક્ષ નરેન્દ્રકુમાર મીના, વહીવટ દ્વારા ભેટારીયા તથા દેવસ્થાન સમિતિના સ્ટાફ દ્વારા પણ ઉત્સવ માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી છે.

દ્વારકામાં હજારો વર્ષોથી નિત્ય કર્મ વર્ષ જન્માષ્ટમીના દિને હજારો ભાવિકો તેમની ભાવ ભકતિ શ્રધ્ધા સાથે કાન્હાના જતાં વિશાળ પોલીસ કાફલો, મોટી સંખ્યામાં સરકારી તંત્ર અને રાજકીય નેતાઓ પણ જન્મોત્સવમાં અચુક ભાગ લેતા પરંતુ આ વર્ષ કાળીયા ઠાકોરને બંધ બારણે તેમનો જન્મોત્સવ કરવા માંગતા હોય તેમ એકલતામાં રહેલા કાન્હાને મનથી નિહાળવાની ભાવિકોને ફરજ પડશે.

ઓનલાઇન દર્શનનો સમય

દ્વારકા, તા. ૧૦ : ઓનલાઇન દર્શનનો સમય બંને દિવસ નીચે મુજબનો છે.

તા.૧રને બુધવાર  : શ્રીજીના દર્શનના સમયનો સવારનો ક્રમ

શ્રીજીની મંગલા આરતી દર્શન

૬.૦૦ કલાકે

ખ્શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન દર્શન

૮.૦૦ કલાકે

અભિષેકના દર્શન :-

શ્રીજીની શ્રૃંગાર આરતી

૧૧.૦૦ કલાકે

અનોસર (બંધ)

૧ થી પ કલાક સુધી બપોરે

શ્રીજીના દર્શનનાં સમયનો સવારનો ક્રમ

ઉત્થાપન દર્શન

પ.૦૦ કલાકે

શ્રીજીની સંધ્યા આરતી દર્શન

૭-૩૦ કલાકે

શ્રીજીનીશયન આરતી દર્શન

૮-૩૦ કલાક

શ્રીજી શયમ (દર્શન બંધ)

૯-૦૦ કલાકે

શ્રીજીના જન્મોત્સવ દર્શન સમય રાત્રે

શ્રીજી જન્મોત્સવની આરતી દર્શન

૧ ર.૦૦ કલાકે

શ્રીજી શયન (દર્શન બંધ)

ર.૦૦ કલાકે

તા. ૧૩ ને ગુરૂવાર  : શ્રીજીના દર્શન સવારે

શ્રીજીના પારણા ઉત્સવ દર્શન

૭.૦૦ કલાકે

અનોસર (દર્શન બંધ)

૧૦.૩૦ થી સાંજે પ.૦૦ કલાક સુધી

શ્રીજીના દર્શનનાં સમયનો સાંજનો ક્રમ

ઉત્થાપન દર્શન

પ.૦૦ કલાકે

શ્રીજીની સંધ્યા આરતી દર્શન

૭.૩૦ કલાકે

શ્રીજીની શયન આરતી દર્શન

૮.૩૦ કલાકે

શ્રીજી શયન (દર્શન બંધ)

૯.૩૦ કલાકે

(12:09 pm IST)