Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

શિહોરમાં ઘર ફોડીના સામાન સામે ગોંડલનું દંપતિ ઝડપાયુ

ભાવનગર,તા.૧૦:લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન વલ્લભીપુર રોડ ઘાંઘળી ચોકડી શિહોર જવાના રસ્તે આવતાં સાથેના ર્ંપો.કો વિઠ્ઠલભાઇ બારૈયા તથા પો.કો ઇમ્તીયાઝખાનઙ્ગ પઠાણ હકિકત મળેલ કે,અગાઉ ઘરફોડ ચોરીના ગુના ઓમા પકડાઇ ગયેલ તે ભરતભાઇ ઉર્ફે ચકુ પરશોતમભાઇ ભલુભાઇ વાઘેલા તથા તેની પત્ની ગીતાબેન ભરતભાઇ ઉર્ફે ચકુ વાદ્યેલા રહે. મુળગામ-લોલીયાણા, તા.વલ્લભીપુર,  હાલ-ગોંડલ, મનસુખભાઇ રૈયાણીની વાડીમા,તા.ગોંડલ વાળા અગાઉ ચોરી કરેલ તેનો ચોર મુદામાલ લઇને ઉભા છે. તેવી બાતમી વાળી જગ્યા ઉપર આવતા સ્ત્રી/પુરુષ મળી આવતા તેના નામ-ઠામ પુછતા ભરતભાઇ ઉર્ફે ચકુ પરશોતમભાઇ ભલુભાઇ વાઘેલા/દેવીપુજક ઉ.વ.૫૨ તેમજ તેના પત્ની ગીતાબેન ભરતભાઇ ઉર્ફે ચકુ પરશોતમભાઇ ભલુભાઇ વાઘેલા જાતે-વેડવા દેવીપુજક ઉ.વ.૪૦ની અંગ ઝડતી માંથીઙ્ગ બીલ વગરના  (૧) એક ચાંદીનો સીકકો નંગ-૧ઙ્ગ જેનુ વજન ૧૧ ગ્રામ કી.રૂ.૭૦૦/-(૨) ચાંદીના છડા નંગ-૦૧ જેનુ વજન ૧૬ ગ્રામ જેની કી.રૂ.૭૦૦/- (૩) હાથમા પહેરવાની પહોચી નંગ-૦૧ જેનુ વજન ૭૦ જેની કી.રૂ.૨૯૪૦/- (૪) ચાંદીનીઙ્ગ હીરા કંઠી પેનડલવાળી નંગ-૦૧ જેનુઙ્ગ વજન ૭૩ ગ્રામ જેની કી.રૂ.૪૬૨૦/- (૫) એક હાથમા પહેરવાનુ રસનુ કડુ જેમા ઉપરના ભાગે નંગ ફીટ કરેલ કિ.રૂ.૫૦૦/- (૬) એક કાળા કલરનો ઇન્ટેક્ષ કંપની નોકીયા મોબાઇલ કિ.રૂ.૫૦૦/-(૭) ચાંદીના છડા જોડ-૧ નંગ-૦૨ વજન ૧૭૨ ગ્રામ છે.જેની કી.રૂ.૮૫૪૦/-(૮) ચાંદીના છડા સાંકળ આકાર ના છડા જોડ-૦૧ઙ્ગ નંગ-૦૨ વજન ૨૩૦ ગ્રામ કિ.રૂ.૧૧,૨૭૦/-ઙ્ગ

ઉપરોકત બન્ને પાસેથી ચાંદીના દાગીના ની કી.રૂ.૨૯૨૭૦/-તથા મોબાઇલ -૦૧ કી.રૂ.૫૦૦/- મળી કુલ કી.રૂ.૨૯૭૭૦/-નો મુદામાલ મળી આવેલ જે સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરવામા આવેલ છે.અને આગળની કાર્ય વાહી માટે પોલીસ ઇન્સ. શિહોર પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.ઙ્ગ

મજકુર બન્ને ઇસમોની ઉપરોકત ચોરી બાબતે વધુ પુછ પરછ કરતા તથા નીવેદનો ઉપરથીઙ્ગ રેકર્ડ ઉપર ખાત્રી કરતા મજકુર આરોપીઓએ ગુનાની કબુલાત કરેલ છે.

ઙ્ગઆ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી.ઙ્ગ સ્ટાફનાં હેડ કોન્સ મહિપાલસિંહ ગોહિલ તથા જયરાજ સિંહ જાડેજા તથા વનરાજભાઇ ખુમાણ તથા મહેન્દ્રભાઇ ચૌહાણ તથા સાગરભાઇ જોગદીયા તથા ઘનશ્યામભાઇ ગોહિલ તથા રાજપાલસિંહ સરવૈયા તથા પો.કોન્સ.સંજયભાઇ ચુડાસમા તથા વિઠ્ઠલભાઇ બારૈયા તથા ઇમ્તીયાજખાન પઠાણ તથા રાજેન્દ્ર સિંહ સરવૈયા તથા જયદીપસિંહ ગોહીલ તથા વુમન પો.કો.જાગૃતીબેન કુંચાલા એ રીતેનાં સ્ટા્ફનાં માણસો જોડાયા હતા.

(12:08 pm IST)