Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

આજે વિશ્વ સિંહ દિવસ : સાવજડા સેંજળ પીવે નમણા નરને નાર

વનરાજાને બચાવવા માટે લોકજાગૃતિ જરૂરી : એશિયાઇ સિંહ એટલે ગુર્જર ધરાની યશકલગી

આજે ૧૦ ઓગષ્ટ એટલે સાવજને દૂઃખણાં લેવાનું ટાણું 'વિશ્વ સિંહ દિવસ'.તેથી સિંહને યાદ કરીએ એટલે પહેલા ગિર ઢુંકડુ આવે.એઙ્ગ પંકિત કે 'સાવજડાં સેંજળ પીવે નમણાં નરને નાર' બતાવે છે કે ગિરનું સૌંદર્ય સાર્વત્રિક છે. હવે એશિયાઇ સિંહ ગિરની જ ઓળખ નથી રહ્યો. પરંતુ ગુર્જર ધરાનું ઘરેણું બની ગયો છે. અમિતાભ બચ્ચનની વાતે 'ગિર નહી દેખા તો કુછ નહી દેખા' તેની ખરી ઓળખ કરાવવા઼ંઙ્ગ ગુણાકાર કર્યો છે.

સમગ્ર ભારતમાં સિંહો હોવાના પુરાવાઓ છે. પરંતુ સમયાંતરે સિંહનો શિકાર તેને લુપ્ત કરતો રહ્યો. એક અંદાજ મુજબ માત્ર ભારતમાં હજારોની સંખ્યામાં સિંહ હતાં. સને ૧૮૨૫ થી શરૂ કરીને સને૧૯૦૦ સુધીમાં બુંદેલખંડ, દિલ્હી, બિહાર, મધ્ય પ્રદેશ વગેરે જગ્યાએથી સિંહ લુપ્ત થતાં રહ્યા. સને ૧૯૦૧માં સિંહની સંખ્યા માત્ર ૧૦૦ આસપાસ જ રહી અને તે પણ માત્ર ગિરમાં ..!? એવું નોંધાયું છે કે જૂનાગઢના નવાબે સિંહના શિકાર પર પ્રતિબંધ મૂકીને સિંહને રક્ષિત કરવાનું,તેનું સંવર્ધન કરવાનું બીડું ઝડપ્યું. અને ગુજરાતમાં સિંહ બચી ગયો. સને ૧૯૬૩માં જયારે સિંહ ગણતરીની શરૂઆત થઈ, ત્યારે ૨૪૭ સિંહ નોંધાયાં હતાં. ભાવનગરના મહારાજા ધર્મકુમારસિંહજીએ સિંહની ગણતરી માટેની વિશેષ પદ્ઘતિ ભારતના વાઈલ્ડ લાઈફ બોર્ડને આપી. ક્ષત્રિયો શિકારના શોખીન હતાં, એ જ રીતે પર્યાવરણના પણ એટલાં જ પ્રેમી હતા.

સિંહ માનવમિત્ર પ્રાણી છે, માનવભક્ષી નથી. માનવમાંસને તે સ્વાદિષ્ટ ગણતો નથી. તેથી હુમલાનો પ્રયત્ન પણ કયારેય કરતો નથી. પરંતુ જયારે મેટિંગ અને મારણના સમયેઙ્ગ તેને કોઈ ખલેલ પહોંચાડાય તો તેને ભગાડવા પૂરતો તે પ્રતિકાર કરે છે. ભુતકાળમાં એવા બનાવો નોંધાયેલાં છે. સિંહ જયારે પણ માનવની સાથે મિત્રતા કેળવી લે કયારે તે સંપૂર્ણ સમર્પિત હોય છે.ઙ્ગ ઐતિહાસિક વાર્તા માત્રાવાળો તેનું ઉદાહરણ છે કે તેમણે સિંહને પોતાનો મિત્ર બનાવીને જીવનભર સાચવ્યો.

બિલાડી કુળનું આ પ્રાણી ૨૦૦ કિલો વજન ધરાવે છે માદાનું વજન ૧૩૦, કિલો હોય છે.લગભગ અને ૨૦દ્મક ૨૫ વર્ષનું આયુષ્ય હોય છે.સિંહણ બે કે ત્રણ બચ્ચાંઓને જન્મ આપે છે. બચ્ચાઓ પુખ્ત થતાં જ સિંહણ તેને પોતાના ટોળાંમાંથી તગડી મૂકે છે. સામાન્ય રીતે આ પ્રાણી સમૂહમાં રહેવાં માટે ટેવાયેલું છે. ઘણીવાર છ-સાતના સમૂહમાં એક નર હોય છે. નર સિંહ ગળા પર કાળી કેશવાળી ધરાવે છે.એશિયાઈ સિંહને આફ્રિકન લાયનથી નાનું કદ હોય છે. ખોરાક મેળવી લીધા પછી તે આરામ કરવાનું વધારે પસંદ કરે છે. રાત્રિના સમયે પોતાના શિકારની શોધમાં પોતાના નિવાસથી લગભગ વધુમાં વધુ ૩૫ કિલોમીટરનું અંતર કાપી શકે છે.તેને પોતાના નિવાસમાં ધાંસિયું મેદાનના ઢુ્ંવા વધુ માફક આવે છે.

ઙ્ગદર પાંચ વર્ષે સિંહોની ગણતરીનું કાર્ય ગુજરાત વન વિભાગ કરે છે પરંતુ ચાલુ વર્ષે ૨૦૨૦માં કોવીડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ ગણતરીમા ફેરફાર કરી દર પૂનમના દિવસે થતી ગણતરી મુજબ ૫ -૬ જુન ૨૦૨૦ના રોજ કરવામાં આવી,ઙ્ગ એટલે કે ૫ જૂનના બપોરના બે કલાકથી શરૂ કરીને ૬ જૂનના બપોરના બે કલાક સુધી ૨૪ કલાકમાં કુલ નવ જિલ્લામાં આ ગણતરી યોજાઇ હતી. જેમાં ૫૩ તાલુકાઓનો સમાવેશ થાય છે અને કુલ ૩૦,૦૦૦ ચો.કિ. સિંહોના વિસ્તાર તરીકે આવરી લેવાયો છે પરંતુ ચાર જિલ્લા ભાવનગર જુનાગઢ, અમરેલી, ગિરસોમનાથને બાદ કરતાં બાકીના પાંચ જિલ્લાઓમાં સિંહની સંખ્યા નોંધાઈ નથી.

અત્રે નોંધપાત્ર કે ગીર અભયારણ્ય માત્ર ૧૪૧૨ ચોરસ કિલોમીટર છે. ૨૦૧૫માં થયેલ ગણતરી મુજબ ૫૨૩ સિંહોની નોંધણી થયેલ હતી. જે છેલ્લી ૨૦૧૦ની ગણતરી થી ૨૭ ટકાનો વધારો સૂચવતો હતો.ચાલુ વર્ષે ગણતરી ફૂટમાર્ક અને વિવિધ પ્રકારના અધ્યતન રેડિયો કોલર ,જીપીએસ સિસ્ટમ વગેરેથી કરવામાં આવે છે. ૧૩ વહીવટી ડિવિઝનમા તે ગણતરી વહેંચવામાં આવી હતી.ઙ્ગ તેમાં ૬૭૪ સિહોની નોંધાયાં હતાં. જે અત્યાર સુધીમાં ૨૮.૮૩%નો વધારો સૂચવે છે.જે વિક્રમજનક છે. તેમાં માદા સિંહની વસ્તી ૩૦૯ નર ૨૦૬ બચ્ચા ૧૫૯ સંખ્યામાં નોંધાયા છે.

સિંહ આપણી પોષણ કડીનો જ ભાગ છે. જંગલના અને જંગલ સિવાયના વિસ્તારોમાં ખેડૂતોના પાકને નુકસાન કરતાં નીલગાય, ભૂંડ, ચિંકારા વગેરે જેવા પ્રાણીઓની વસ્તીને નિયંત્રિત કરવાનું કામ આ પ્રાણી કરે છે.એટલે એક રીતે ખેડૂત મિત્ર પણ છે. ગણતરી મુજબ આ બધા પ્રાણીઓની સંખ્યા ૫૦,૦૦૦ કરતાં વધુ હોવાનો અંદાજ છે

રાજય સરકાર અને ભારત સરકાર સિંહોની વસ્તીને સુરક્ષિત કરવા અને સંવર્ધન કરવા વિવિધ પ્રકારના કાર્યો કરી રહી છે. તેની સારવાર માટે પાંચ -છ એનીમલ કેર સેન્ટર સ્થાપવા માં આવ્યા છે.તેમાં જેટલું યજ્ઞ કાર્ય આપણે કરી શકીએ, તેટલાં પ્રમાણમાં આ પ્રાણી વિરાસતને બચાવવામાં આપણી મહત્વની ભૂમિકા રહેશે.

સંકલન :

તખુભાઇ સાંડસુર

વેળાવદર, જી. ભાવનગર

(11:53 am IST)