Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

જન્માષ્ટમીમાં મૌસમ ખીલી : વડિયા પોલીસને રોજ એક જુગાર હાથ લાગે છે

બામભણીયા, માયાપાદર બાદ ખડખડમાં સાત જુગારીઓ ઝડપાયા

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા તા. ૧૦ : કોરોના કાળમાં શ્રાવણ માસની જન્માષ્ટમીના ઉત્સવની રોનક ફિક્કી પડતા અને વરસાદી માહોલમાં ગ્રામ્ય ક્ષેત્રમાં લોકો નવરા હોવાને કારણે ગામડાઓમાં જાણે જુગારની મૌસમ ચાલી હોય તેમ વડિયા પોલીસને રોજ એક જુગાર હાથ લાગે છે.

વડિયા પીએસઆઇ સાંબડ તથા પોલીસ સ્ટાફ ના મેહુલ બાલાસરા, સી.વી. ચૌહાણ, પ્રદીપભાઈ ખાનગી વાહન માં જુગાર પેટ્રોલિંગમાં હતા. ત્યારે ખડખડ ગામે જુગાર રમતા હોવાની બાતમીના આધારે રેડ કરતાઙ્ગ પોપટભાઈ ખોડાભાઈ દુધાતના રહેણાંક મકાન પાસે સાત ઈસમો સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેર માં જુગાર રમતા હતા. જેમાં ચંદુ ભેસાણિયા, ગૌતમ વાળા, હિતેશ પાઘડાળ, જેન્તી જોગાણી, કૈલાશ કુંવારદા, ભાર્ગવ કુંવરદા અને જેન્તી હિરપરાની ધરપકડ કરીઙ્ગ ૧૨૪૨૦ની રોકડ સાથે પાંચ મોબાઇલ ૩૬૦૦ એમ કુલ ૧૬૦૨૦ના મુદ્દામાલ સાથે ઝડપી ગુનો નોંધવામાં આવ્યો છે.

(11:52 am IST)