Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

વડિયાના લોકોમાં કોરોના : તંત્ર એકિટવઃ શાકભાજી વેચનારના રેપિડ ટેસ્ટ

૫૦ રેપિડ ટેસ્ટમાંથી ૩ને પોઝિટિવ આવતા અમરેલી રીફર

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા તા. ૧૦ : કોરોના મહામારીનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યુ છે. ત્યારે વડિયામાં સ્થાનિક છઙ્ગ લોકોને ટૂંકાગાળામાં કોરોના આવતા તેના સંપર્ક માં આવેલા લોકોને કોરોના આવે અને ગામને કોરોના અજગર ભરડો લે તે પહેલા વડિયાનું આરોગ્ય તંત્ર અને ગામના સરપંચ સફાળા જગ્યા છે.

વડિયામાં વધુ ભીડ ધરાવતા વેપારીઓ અને શાકભાજી વેચનાર લોકોના કુલ ૫૦ રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાં વડિયા ના એક કંટેનમેન્ટ ઝોન માં જ વસવાટ કરતા દંપતીને કોરોના પોઝિટિવ બતાવતા અને ગ્રામીણ વિસ્તારમાંથી આવેલા દર્દીને કોરોના લક્ષણો દેખાતા તેનો પણ રેપિડ ટેસ્ટ કરતાઙ્ગ કુલ ૩ને કોરોના પોઝિટિવ રેપિડ કીટથી આવતા તેને સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સ મારફતે અમરેલી સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે. સ્થાનિક સંક્રમણ આવતા ગામના સરપંચ, આરોગ્ય વિભાગ પીએચચીના ડોકટરો અને તેની ટીમ નરેન્દ્ર સરવૈયા, સાગર ગોંડલીયા વગેરે એકિટવ બની શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોને રેપિડ કીટ થી ટેસ્ટ કરી વધુ સંક્ર્મણ ના ફેલાય તે માટે સતત મહેનત કરતા જોવા મળ્યા છે.(

(11:48 am IST)