Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

જામકંડોરણામાં બે દિવસમાં પાંચ કેસ કોરોના પોઝીટીવ નોંધાયા

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા, તા.૧૦: તાલુકામાં કોરોના પોઝીટીવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જામકંડોરણામચાં શનિવારે ચાર કેસ કોરોના પોઝીટીવ નોંધાયા હતા. જ્યારે રવિવારે એક કેસ કોરોના પોઝીટીવ નોંધાયો હતો એમ બે દિવસમાં પાંચ નવા કેસ પોઝીટીવ નોંધાયા હતા. શનિવારે (૧) વિલ્કન દિપકભાઇ બાલધા (ઉવ.૨૫), (૨) હેમલતાબેન બનેસંગ ખરવડ (ઉવ.૭૭), (૩) હેતસ્વીબેન પાર્થભાઇ પટેલ (ઉવ.૨૫), (૪) પ્રવિણભાઇ ભગવાનજીભાઇ નાંધા (ઉવ.૫૦) તેમજ રવિવારે પરસોતમભાઇ રાધવભાઇ બાલધા (ઉવ.૫૧) ના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. આ પોઝીટીવ કેસ નોંધાતા જામકંડોરણા તાલુકા હેલ્થ ઓફીસર ડો.સમીર દવે તથા આરોગ્યની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે અત્યા સુધીમાં જામકંડોરણા તાલુકામાં પોઝીટીવ કેસનો આંક ૫૬ પર પહોંચ્યો છે.

(11:47 am IST)