Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર અનેક જગ્યાએ ખાડા : લોકોત્રસ્ત

જસદણના પૂર્વ ધારાસભ્ય ડો.ભરતભાઇ બોઘરાની મુખ્યમંત્રીને રજુઆત

જસદણ તા. ૧૦: સમગ્ર સૌરાષ્ટ્રનો મહત્વનો હાઇવે રાજકોટ ભાવનગર હાઇવે ઉપર આજી ડેમથી લઈ વીરનગર, આટકોટ, જંગવડ સુધી અનેક જગ્યાએ મોટા ખાડા પડ્યા હોવાથી અવારનવાર અકસ્માત થાય છે. આ રસ્તા પ્રશ્ને જસદણના પૂર્વ ધારાસભ્ય ડો. ભરત ભાઈ બોઘરાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.ઙ્ગ

સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન અને જસદણના પૂર્વ ધારાસભ્ય તેમજ રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી ડો.. ભરતભાઇ બોદ્યરાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી અને માર્ગ મકાન મંત્રી નીતિનભાઈ પટેલ સહિતનાને કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ ચાર વર્ષ પહેલા રાજકોટ ભાવનગર હાઇવે સાત મીટરમાંથી દશ મીટર જેટલો પહોળો કરી રૂપિયા સિત્ત્।ેર કરોડ રૂપિયાના ખર્ચે આ રોડ બન્યો હતો. ત્યારબાદ બે વર્ષ પહેલા આ રોડ રૂપિયા નેવ કરોડના ખર્ચે ફોર ટ્રેક બનાવવામાં આવ્યો છે. પરંતુ રોડ બનાવતી સમયે નબળી ગુણવત્ત્।ાવાળું મટિરીયલ વાપરવામાં આવ્યું હોવાની શકયતા છે. આ રોડ ઉપર છેલ્લા ચાર વર્ષથી દર વર્ષે ચોમાસામાં અનેક જગ્યાએ મોટા ભુવા ખાડા પડે છે અને અતિ જર્જરિત રોડ બની જાય છે. રોડ ઉપરના ડિવાઈડર તેમજ હાઇવે ઉપર આવેલા પુલ પણ યોગ્ય લેવલ વગરના બન્યા છે. આ હાઇવે ભાવનગર, અમરેલી, જસદણ, બોટાદ, સારંગપુર, ભાવનગર સહિતના સૌરાષ્ટ્રના અનેક મોટા શહેરો  અને નાના-નાના ગામડાઓને રાજકોટ સાથે જોડતો મુખ્ય હાઈ-વે છે. જસદણ તાલુકાના જંગવડ નજીક અતિ ખરાબ ગોળાઈમાં રસ્તો ખુબજ જર્જરીત હોવાથી છેલ્લા એક વર્ષમાં અંદાજે સાત જેટલા અકસ્માત થઈ ચૂકયા છે. આજીડેમની ગોળાઈ પાસે આ રસ્તા ઉપર યોગ્ય લેવલ નહી હોવાથી ત્રણ ચાર ફૂટ પાણી ભરાય છે અને રસ્તો બિસ્માર બની ગયો છે. ગત વર્ષે પણ ચોમાસામાં રાજકોટ ભાવનગર હાઇવે ઉપર અનેક જગ્યાએ ખાડા પડતા ફરિયાદ થતાં એજન્સી સામે કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર ખાડા બુરીનેઙ્ગ તંત્રએ ભીનું સંકેલી લીધુ હતું. માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓની આ હાઇવેના કોન્ટ્રાકટર સાથેની મીલીભગતને લીધે બિસમાર રસ્તાથી અકસ્માતમાં અનેક માનવ જીંદગીને અસર થાય છે. રસ્તાનું યોગ્ય સુપરવિઝન કરવામાં આવતું નથી.ઙ્ગ સૌરાષ્ટ્રના ૧૨થી વધુ તાલુકા તેમજ એક હજારથી વધુ ગામડાના લોકોને રોજીંદા જીવનમાં ઉપયોગી આ હાઇવે તાત્કાલિક રીપેર કરવો જરૂરી છે. આ રસ્તાના કામમાં થયેલી ગેરરીતિની કવોલિટી કન્ટ્રોલ દ્વારા તપાસ કરી ગેરરીતિમાં સંડોવાયેલા માર્ગ-મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરી રસ્તાની સમસ્યાનો તાત્કાલિક અસરથી ઉકેલ લાવવાની માંગણી અંતમાં મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં ડો. ભરતભાઇ બોઘરા દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત સાત માસ પહેલા ખાતર્મુહુત થયેલ જસદણ આટકોટ રોડનું કામ વહેલીતકે શરૂ કરી ઝડપથી પૂર્ણ કરવાની પણ રજુઆત કરવામાં આવી છે.

(11:43 am IST)