Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ગોંડલનાં મોવિયામાં ચાલે છે રામનામ લેખનની અનોખી બેન્ક

બુકોને એકત્ર કરીને રતનપર આશ્રમ ખાતે મંત્ર મંદિર બનાવાશે

 મોવીયા તા. ૧૦ :.. ગોંડલના મોવિયા ગામે રામનામ લેખનની અનોખી બેંક ચાલે છે.

ગામના પ્રવિણભાઇ કાલરિયા માર્કેટ યાર્ડ ગોંડલના નિવૃત કર્મચારીએ નિવૃતિની પ્રવૃતિમાં 'રામનામ લેખન બેંક'ની સ્થાપના કરી. આ રામનામ લેખન બેંક શરૂ થયાને પાંચ વર્ષ પુરા થયા. આજે ગુજરાતમાં ૩૦૦ ગામોમાં ૧ર૦૦ થી બ્રાન્ચ ધરાવે છે. દાતાઓ લેખન બુક છપાવી આપે છે. દાતાઓના સહકારથી એક લાખથી વધારે રામલેખન બુકનું વિતરણ કરવામાં આવેલ છે.આ પ્રવિણભાઇ ગામડે ગામડે તથા શહેરોમાં ધાર્મિક સ્થળોની મુલાકાત લઇને લોકોને રામનામ લેખન તરફ વાળે છે. ધાર્મિક કાર્યક્રમ હોય તો ત્યાં જઇને પણ બુકનું વિતરણ કરે છે. કોઇપણ સમુદાય કે ધર્મનાં લોકો પણ રામનામ લેખન બુકમાં કૃષ્ણી, શિવ, અલ્લાહ, ખુદા વગેરે ભગવાનના નામો લખી શકે છે. તેઓ કહે છે કે સુટેવ પાડો, વ્યસનથી દૂર રહો, કર્મ અને ભકિત કાર્ય કરો.

આ વટવૃક્ષ ગુજરાતભરમાં ઉભી થતુ જાય છે. પોતે જણાવે છે. પોતે જીવે ત્યાં સુધી આજીવન બેન્ક ચલાવવા ઇચ્છે છે. કોઇ વ્યકિત કે મંડળ, ગ્રુપ કે અન્ય આવી બેંક પોતાના ગામમાં ખોલવા માંગતા હોય કે રામનામ લેખન બુક મેળવવા ઇચ્છતા હોય તો પ્રવિણભાઇ કાલરિયાને મો. નં. ૯૯૦૯૦  ૪૦૦ર૧ ઉપર કોન્ટેક કરવો.

રામનામ લેખનની બૂકો ભરાઇ કે લખાઇ ને પરત આવશે તે બૂકો ભેગી કરી તમામ બૂકોનું રતનપર આશ્રમ મોરબી રોડ ખાતે 'મંત્ર મંદિર', બનાવવામાં આવનાર છે.તા. ૭ ઓગષ્ટ પ્રવિણભાઇનો જન્મ દિવસ અને બેન્કના સ્થાપના દિવસ હતો.

આ રામનામ લેખનની બૂકો મોવીયા, રતનપર આશ્રમ મોરબી, પ્રભુચરણ આશ્રમ ટંકારા, ચિત્રકુટ રામદાસબાપુ આશ્રમ ખાતેથી મેળવી શકાય અને પરત કરી શકાય છે.

પરત આવેલ બૂકોનું 'મંત્ર મંદિર' બનાવવામાં આવશે. મંદિર કોનું રામ નામના મંત્રનું મંદિર બનશે.

મોવીયામાં શ્રી સદ્ગુરૂ ધુન મંડળ પ્રેરીત રામ લેખન બેંક મુખ્ય શાખાનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

(11:41 am IST)