Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ અને હરમડિયા ગામમાં જુગાર રમતા દસ ઝડપાયા

ગોંડલ,તા.૧૦:ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ ગામે તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા રવિ દિનેશ ચાવડા, રાહુલ મનસુખભાઈ બાબરીયા, સાગર રમણીકભાઈ વાદ્યેલા, રાજેશ છગનભાઈ બારીયા, વિજય સવજીભાઈ પીપળીયા તથા વિજય મગનભાઈ વાઘેલા ને રોકડા રૂપિયા ૧૦,૩૩૦ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી જયારે તાલુકાના હરમડીયા ગામે જુગાર રમતા હિતેશ સુખાભાઈ સાવલિયા, જયેશ દ્યુસાભાઈ સાવલિયા, રમેશ વિરજીભાઈ સાવલીયા તથા વીલા મૂળજીભાઈ પીપળવા ને રોકડા રૂપિયા ૨૧,૧૧૦ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી આ દરોડા કાર્યવાહીમાં પીએસઆઇ રિઝવી, હેડ કોન્સ્ટેબલ વિપુલ ગુજરાતી, પ્રકાશભાઈ પરમાર સહિતનાઓ જોડાયા હતા.

(11:41 am IST)