Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

મોરબીના ગોકુલનગર વિસ્તારમાં સામાન ભરેલી રીક્ષા પલટી ગઇ

મોરબીઃ મોરબી શહેરમાં વરસાદી માહોલ વચ્ચે અનેક વિસતારોમાં કાદવ કીચડ અને વરસાદના પાણી ભરાવવાનો પ્રશ્ર જોવા મળે છે જેને પગલે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરતા હોય છે તો વરસાદી પાણી અને બિસ્માર રોડ તેમજ કાદવ કીચડને પગલે અકસ્માતો પણ સર્જાય છે જેમાં ગઈકાલે મોરબીના ગોકુલનગર વિસ્તારમાંથી માલ ભરીને જતી રીક્ષા પલટી ગઈ હતી અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઇ ના હતી જોકે કાદવ કીચડ અને રોડ પરના ગાબડાઓમાં વરસાદી પાણી ભરાતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરતા હોય છે છતાં નીમ્ભર તંત્રને કોઈ ફર્ક પડતો ના હોય તેવું લાગી રહ્યું છે.

(11:40 am IST)