Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

મોરબીના નાની વાવડી ગામે જુગાર રમતા છ ઝડપાયા

મોરબીઃ મોરબીના નાની વાવડી ગામે પોલીસે દરોડો કરીને જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને ૪૪ હજારથી વધુની રોકડ જપ્ત કરી છે.મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચના અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નાની વાવડી સતનામ સોસાયટી શેરી નં ૦૨ રહેતા દિનેશભાઈ સોઢીયાના મકાનમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા દિનેશ દેવદાનભાઈ સોઢીયા, સાગર મોહનભાઈ ચાવડા, લખમણ દેશાભાઈ સોઢીયા, સામત વિરમભાઇ ડાંગર, સુનીલ મોહનભાઈ ચાવડા અને રમેશ દેવાયતભાઈ મૈયડ એમ છને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૪૪,૮૬૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:39 am IST)