Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

ખંભાળિયાના લુહારશાળ વિસ્તારમાં દુકાન પર વૃક્ષ ખાબક્યું

દુકાનદાર બહાર હોવાથી જહાંની ટળી :ફાયર બ્રિગેડ અને પીજીવીસીએલ ઘટનાસ્થળે

 

દ્વારકા - દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં સવાર થી ભારે પવન સાથે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે

ખંભાળિયા ના લુહારશાળ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયું છે વૃક્ષ એક દુકાન પર પડતા દુકાન વૃક્ષ નીચે દબાઈ છે જોકે સદનસીબે દુકાનદાર બહાર હોવાથી જાન હાનિ ટળી  છે

  ઘટના ની જાણ થતાં ખંભાળિયા પાલિકાના ફાયર વિભાગ અને પીજીવીસીએલ ના અધિકારીઓ  ઘટના સ્થળે પહોંચ્યા છે અનેદુકાન નો કાટમાળ અને વૃક્ષને સાઈડ માં કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે

(12:30 am IST)