Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

ધ્રાંગધ્રાના વાવડી ગામની નદીમાં ટ્રેકટરમાં ૭ લોકો ફસાયાઃ હેલીકોપ્ટર એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે

વઢવાણ, તા.૧૦: ધ્રાંગધ્રાના વાવડી ગામની નદીમાં ટ્રેકટરમાં પસાર થઇ રહેલા ૭ લોકો ફસાઇ જતા તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઇ છે. ધ્રાંગધ્રાના વાવડી ગામની નદીમાંથી સીમ વિસ્તાર તરફ ટ્રેકટરમાં ૭ વ્યકિતઓ જઇ રહ્યા હતા ત્યારે નદીમાં પુર આવતા ડે.કલેકટર શ્રી મામલતદારશ્રી સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી.

તેમને બચાવવા માટે હેલીકોપ્ટર અને એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી છે. જો કે આ સાતેય લોકો સલામત છે.

(4:30 pm IST)