Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

વેરાવળ ગોડાઉનમાં પડેલ ફોર વ્હીલરના ઈ.સી. એમ મશીનના ચોરીનો ભેદ ઉકેલાયો

ઈણાજ ગામના બે આરોપીઓની ધરપકડઃ હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો

પ્રભાસ પાટણ, તા.૧૦: વેરાવળના ડારી જતાં રોડ ઉપર મારૂતિ પરફેકટ ઓટોમોબાઈલ નુ ગોડાઉન આવેલ છે જયાં નવી નવી કાર રાખવામાં આવતી હતી. આ અંગે ત્યાં રાત્રીના સમય એક ચોકીદાર પણ રાખવામાં આવેલ હતો આ ગોડાઉનમાં તા. ૨ ઓગસ્ટના રોજ કોઇ અજાણ્યા ઈસમો આ શૌ રૂમના ગોડાઉનમાં નવી ફોરવ્હીલર ગાડીઓના ઈ. સી. એમ મશીન જેની કિંમત આઠ હજાર થી ત્રીસ હજાર સુધી ની અઢી લાખ રૂપિયા ના ઈ. સી. એમ મશીન રાત્રીના સમય ચોરી ગયાની સોમનાથ મરીન પોલીસમાં પરફેકટ ઓટો શો રૂમમા મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રમેજીભાઇ ખીમજી પરમાર એ ફરીયાદ નોંધવી હતી. જેથી પ્રભાસ પાટણના પી.આઇજી. એમ રાઠવા એ મરીન પોલીસમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

શો રૂમના મેનેજર ના શોશ્યલ મીડીયા ના વોટસએપ ગૃપ મા સેલેક્ષ બીયર ગૃપ મા આ ઈ.સી.એમ મશીનનો ફોટો મુકવામાં આવેલ હતો. જેની જાણ પ્રેમજી ભાઇ પ્રભાસ પાટણ ના પી આઇ જી. એમ. રાઠવા ને કરતા તેઓ આ વોટસએપ નંબરની પ્રોફાઇલમાં મુકવામાં આવેલ ફોટોમાં રહેલ ફોરવ્હીલર ગાડી નંબર ની પોલીસે ના ઉપયોગ મા લેવામાં આવતી એકલવ્ય એપ્લિકેશન ની મદદ થી નંબર શોધી અને અમદાવાદ પોલીસ ની મદદ લઇ ને ગાડી ના મુખ્ય માલિક સુધી પહોચ્યા હતા પણ આ ગાડી ફાઈન્સસ ના પૈસા ન ભરાવ ને લીધે આ કાર ફાઈન્સસ વાળા એ લઇલીધેલ હતી જો કે આ મોટરકાર વહાબ નામ વ્યકિત પાસે હતી જે શફાખત શેખ નો મિત્ર હતો અને ચોરી નો માલ આ શફાખત શેખ ખરીદ તો હતો જેથી તેમની પાસે હતી જેથી વહાબ આ શફાખત શેખ કોન્ટેકટ રહ્યો અને તે આ ચોરી થયેલ ઈ. સી. એમ મશીન ને ખાનગી બસ દ્વારા પ્રભાસ પાટણ ના પી આઇ ને પહોંચાડી દીધો ત્યારબાદ પોલીસે વધુ તપાસ હાથ ધરતા અમદાવાદ મા રહેતો શફાખત શેખ નામનો યુવાન ચોરી ઈ.સી.એમ મશીનનો વેરાવળમા બાયપાસ રોડ ઉપર ગેરેજનુ કામ કરતો અને ઇણાજ નો અરવિંદ વીરા વાળા નામના યુવાન ની ધરપકડ કરેલ જયારે તેમની મદદ રહેલ હીરેન સામતભાઇ ઝાલા ની મદદ થી તેઓ રાત્રી ના સમય આ શો રૂમ ગોડાઉન માંથી મોટરકાર માંથી ઈ. સી. એમ મશીન ચોરી કર્યા નુ કબુલ્યું હતું જેથી પોલીસે આ બંને આરોપી ને વધુ પુછપરછ માટે કોર્ટ મા રજુ કરવામાં આવ્યા હતા જયાં બે દિવસ ના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા અને શફાખત શેખની ધરપકડ કરવા માટે પોલીસ ચક ગતિમાન કરેલ છે આ સમગ્ર ચોરી ના ઈકેલમા જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી તથા નાયબ પોલીસ અધિક્ષક એમ એમ પરમાર ના માર્ગદર્શન હેઠળ પ્રભાસ પાટણ ના ઈન્સ મરીન પી આઇ જી એમ રાઠવા એ હાઈટેક ટેકનોલોજી ની મદદથી ગુનેગાર ના મુળ સુધી પહોંચી અને ગુનો ઉકેલ્યો જો કે રીમાન્ડ મંજુર થતા હજુ અન્ય નામ ખુલ્વાની શકયતા છે.

(1:21 pm IST)