Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

કોટડાસાંગાણીમાં પાંચ ઈંચ સીંચાઈ યોજનાના ડેમોમા પાણીની આવક

કોટડાસાંગાણી, તા.૧૦: કોટડાસાંગાણીના પંથકમા સતત ચોવીસ કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને પાંચ ઈંચ વરસાદ પડવાથી નાના મોટા જળાશયો ઓવરફ્લો થયા છ.ે

હવામાન વિભાગની આગાહી ના પગલે કોટડાસાંગાણી સહીત ભાડવા નારણકા સોળીયા ખરેડા રાજગઢ સહીતના ગામોમા ધોધમાર વરસાદ વરસતા ભાડવા ગામની નદીમાં દ્યોડાપુર આવ્યા હતા જેના પગલે ગામની નદીના કોઝવે પર પાણી ફરી વળતા રાજકોટ અને કોટડાસાંગાણી જવાના બંને માર્ગ બંધ થતા વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો જેના કારણે વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા. જયારે સીંચાઈ યોજનાના વાછપરી ડેમની સપાટી નવ વાગ્યાના સમયે સાડા છ ફુટ અને ગોંડલી ડેમની તેર ફુટ ની થવા પામી હતી ભારે વરસાદ ને પગલે હજુએ ડેમોમા પાણીની આવક ચાલુ છે. કોટડાસાંગાણી મામલતદાર કચેરીમા ચોવીસ કલાકમાં પાંચ ઈંચ થી વધુ વરસાદ નોંધાયો હતો.

(11:45 am IST)